Sabarkanthaમાં એક શિક્ષિકાના સ્વભાવના કારણે સમગ્ર શાળાનો સ્ટાફ કંટાળી ગયો, વાંચો Story

સાબરકાંઠાના રાયપુર ગામે શાળામાં તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો છે.આમ તો સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપ નાખી રહ્યા છે કે, આ બેન વારંવાર ઝઘડા ઉભા કરી ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરીને શિક્ષકો સામે ઝઘડા ઉભા કરી રહ્યા છે. છ શિક્ષકોનો સ્ટાફ આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત છ શિક્ષકનો સ્ટાફ છે અને ૯૬ જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આચાર્ય બેનનો આક્ષેપ છે કે શાળાના બે શિક્ષકો મારી સામે જેમ તેમ બોલી હુમલો કરવા આવે છે તો બે શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે આ અગાઉ પણ અન્ય શાળામાં હતા ત્યા પણ આજ પ્રકાર નુ વર્તન કરી ખોટા આક્ષેપ મૂકયા હતા.આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનું ભવિષ્ય અંધકાર ભર્યુ થઈ ગયુ છે. વાસણો પણ ખરાબ રાખે છે બાળકોને નઈ તો પુરતું શિક્ષણ મળે છે તો નઈ તો મધ્યાહન ભોજનનુ અનાજ એમાં પણ એવો આક્ષેપ છે કે આચાર્ય બેન મેનુ મુજબ કોઈ જ વસ્તુ બાળકોને આપતા જ નથી મન ફાવે તેમ ભોજન આપી રહ્યા છે તો સાથે વાસણ પણ બરાબર સાફ થતા નથી અને ભૂતકાળમાં અનેક વાર જમવામાંથી ઈયળ સહિત ગંદકી પણ જોવા મળી છે તેવા આક્ષેપ શાળાના શિક્ષક અને ગ્રામલોકો સહિત બાળકોના સામે આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાસણમાં ગંદકી અને અનાજ ખુલ્લુ મુકાયું છે. અધિકારીઓ પણ નથી લાવતા નિરાકરણ હવે આ સમગ્ર મામલે ગામલોકો અને શિક્ષકોના મહાભારત વચ્ચે જિલ્લાના કોઈ અધિકારીઓ આવીને નિરાકરણ કરે તો સારુ નહિ તો જ્યા સુધી શાળાના શિક્ષકોની બદલી ન થાય ત્યા સુધી શાળામાં તાળાબંધી યથાર્થ રાખવાનો નિર્ણય ગ્રામ લોકો કરી ચુક્યા છે હવે તો જોવુ જ રહ્યુ કે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલા લે છે એ તો સમય જ બતાવશે.

Sabarkanthaમાં એક શિક્ષિકાના સ્વભાવના કારણે સમગ્ર શાળાનો સ્ટાફ કંટાળી ગયો, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠાના રાયપુર ગામે શાળામાં તાળાબંધી મામલે શિક્ષણ વિભાગને અગાઉ અનેક રજૂઆતો કરવામાં આવી છતા પણ કોઈ કાર્યવાહી ન થતા અંતે સતત બીજા દિવસે ગ્રામજનોએ તાળાબંધી કરી વિરોધ દર્શાવ્યો છે.આમ તો સમગ્ર ગામ અને શાળાનો સ્ટાફ માત્ર મુખ્ય શિક્ષિકા પર જ આક્ષેપ નાખી રહ્યા છે કે, આ બેન વારંવાર ઝઘડા ઉભા કરી ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કરીને શિક્ષકો સામે ઝઘડા ઉભા કરી રહ્યા છે.

છ શિક્ષકોનો સ્ટાફ

આમ તો આ શાળામાં એક આચાર્ય સહિત છ શિક્ષકનો સ્ટાફ છે અને ૯૬ જેટલા બાળકો અભ્યાસ કરે છે પરંતુ આચાર્ય બેનનો આક્ષેપ છે કે શાળાના બે શિક્ષકો મારી સામે જેમ તેમ બોલી હુમલો કરવા આવે છે તો બે શિક્ષકો એમ કહી રહ્યા છે કે બેન પહેલેથી જ આવા છે આ અગાઉ પણ અન્ય શાળામાં હતા ત્યા પણ આજ પ્રકાર નુ વર્તન કરી ખોટા આક્ષેપ મૂકયા હતા.આ શાળાના શિક્ષકો વચ્ચેના મહાભારત વચ્ચે બાળકોનું ભવિષ્ય અંધકાર ભર્યુ થઈ ગયુ છે.


વાસણો પણ ખરાબ રાખે છે

બાળકોને નઈ તો પુરતું શિક્ષણ મળે છે તો નઈ તો મધ્યાહન ભોજનનુ અનાજ એમાં પણ એવો આક્ષેપ છે કે આચાર્ય બેન મેનુ મુજબ કોઈ જ વસ્તુ બાળકોને આપતા જ નથી મન ફાવે તેમ ભોજન આપી રહ્યા છે તો સાથે વાસણ પણ બરાબર સાફ થતા નથી અને ભૂતકાળમાં અનેક વાર જમવામાંથી ઈયળ સહિત ગંદકી પણ જોવા મળી છે તેવા આક્ષેપ શાળાના શિક્ષક અને ગ્રામલોકો સહિત બાળકોના સામે આવ્યા છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે વાસણમાં ગંદકી અને અનાજ ખુલ્લુ મુકાયું છે.

અધિકારીઓ પણ નથી લાવતા નિરાકરણ

હવે આ સમગ્ર મામલે ગામલોકો અને શિક્ષકોના મહાભારત વચ્ચે જિલ્લાના કોઈ અધિકારીઓ આવીને નિરાકરણ કરે તો સારુ નહિ તો જ્યા સુધી શાળાના શિક્ષકોની બદલી ન થાય ત્યા સુધી શાળામાં તાળાબંધી યથાર્થ રાખવાનો નિર્ણય ગ્રામ લોકો કરી ચુક્યા છે હવે તો જોવુ જ રહ્યુ કે આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગ કેવા પગલા લે છે એ તો સમય જ બતાવશે.