Sabarkanthaની સરકારી સ્કૂલના એક વિદ્યાર્થીએ દુબઈમાં પાકિસ્તાન સહિત 17 દેશોના બાળકોને હરાવ્યા

May 29, 2025 - 16:30
Sabarkanthaની સરકારી સ્કૂલના એક વિદ્યાર્થીએ દુબઈમાં પાકિસ્તાન સહિત 17 દેશોના બાળકોને હરાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજના ડિજિટલ યુગમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ કોઈ ક્ષેત્રમાં આગળ વધતા નહીં હોવાની લોકોની માન્યતા છે. આ માન્યતાને ખોટી પાડતા હિંમતનગરના ચોથા ધોરણમાં ભણાતા એક બાળકે દુબઈ ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત અને ભારત સહિત પોતાની સરકારી શાળાનો ડંકો વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

150 દાખલા તેણે સાડા પાંચ મિનિટમાં પૂર્ણ કર્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં અભ્યાસપૂર્ણ કરીને પાંચમા ધોરણમાં પ્રવેશેલો શોર્યવીર સિંહે દુબઈ ખાતે યોજાયેલી મેથેલો જીનીયસ પરીક્ષામાં પાકિસ્તાન,ઉઝબેકિસ્તાન,તુર્કી,ચીન,કેનેડા સહિતના 17 દેશોના બાળકોને હરાવીને ભારતનો ડંકો વગાડી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.ગણિતના દાખલા ગણવાની સ્પર્ધામાં 150 દાખલા તેણે સાડા પાંચ મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ઇનામ પોતાના અને દેશના નામે કર્યું છે.આ વિદ્યાર્થીએ દુબઈ ખાતે યોજાયેલી સ્પર્ધામાં 500 કરતા વધારે વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંકે આવ્યો છે.

સરકારી શાળાના અભ્યાસની સફળતાનો જાગતો પુરાવો

આ વિદ્યાર્થીએ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓને સરકારી શાળાનો અભ્યાસ અને શિક્ષણ બાબતેની માન્યતા અંગેનો જાગતો પુરાવો આપ્યો છે. હિંમતનગર તાલુકાની ગામડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા શોર્યવીરસિંહ રાણાને ગણિતમાં વધુ રસ હતો માટે તેને હિંમતનગર ખાતે એક ખાનગી ક્લાસીસમાં પણ મૂકવામાં આવ્યો હતો. જેમાં માત્ર એક વર્ષમાં તેણે નાગપુર ખાતે નેશનલ,વિસનગર ખાતે ઝોનલ અને સૌથી કઠિન ગણાતી લિમ્કા અબાકસ મેથેલો જીનીયસ સ્પર્ધા જે દુબઈ ખાતે યોજાઇ હતી તેમાં સેકન્ડ લેવલમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

500 બાળકોની સ્પર્ધામાં ઝળક્યો

એક તબક્કે ત્યાં આવેલા 500 થી વધુ બાળકોને જોઈને તેના માતા અને પિતા હિંમત હાર્યા હતા.પરંતુ આ બાળકે તે તમામ બાળકોને હરાવીને પ્રથમ ક્રમાંક મેળવતા તેના માતા પિતા સાથે તેમના મિત્રો પણ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.આવનાર સમયમાં બાળકને અન્ય સ્પર્ધામાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. ખાનગી શાળાઓ ભલે બહાર ઝાકમઝાળ કરતી હોય પરંતુ ખરું શિક્ષણ ગામડી પ્રાથમિક શાળા જેવી સરકારી શાળાઓમાં મળી રહે છે.આ વાત શૌર્યવીર રાણાએ દુબઈ જઈને સાબિત કરી બતાવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0