Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Jun 4, 2026 - 12:30
Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં કુદરત પ્રકોપ બનીને વરસી છે. ગઈકાલે મોડી રાત્રે પડેલા અનરાધાર વરસાદ અને ઉપરવાસમાં થયેલા સતત ભારે વરસાદને કારણે આજે વહેલી સવારે પોશીના-દેલવાડા મુખ્ય માર્ગ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ મુખ્ય રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા, જેને પગલે વહેલી સવારથી જ દેલવાડા તરફ જતો સ્થાનિક વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. રસ્તા પર પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે નાના વાહનો પલટી ખાય તેવી સ્થિતિ ઊભી થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

ઉપરવાસના વિસ્તારોમાં અતિભારે વરસાદ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરવાસના વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદનું પાણી નીચાણવાળા વિસ્તારો તરફ ધસી આવ્યું હતું. પાણીની જોરદાર અને અવિરત આવક થવાના કારણે માર્ગ પર આવેલા તમામ નાળા અને કોઝવે ઓવરફ્લો થઈ ગયા હતા. રસ્તાઓ પરથી પાણી જાણે નદીની જેમ વહેતું હોય તેવા રોમાંચક અને સાથે જ ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

 અનેક ખેતરો પાણીમાં ગરકાવ 

બીજી તરફ, આ આકસ્મિક આકાશી આફતને કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નીચાણવાળા અનેક ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરો બેટમાં ફેરવાઈ જતાં તૈયાર થયેલા કિંમતી પાકને વ્યાપક નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે જગતનો તાત ભારે ચિંતામાં ડૂબી ગયો છે. સ્થાનિક રહીશો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને તંત્ર દ્વારા લોકોને અત્યારે બિનજરૂરી અવરજવર ટાળવા તેમજ નદી-નાળા કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News live : ભારતમાં ચોમાસાનું આગમન, કેરલમમાં ભારે વરસાદની ચેતવણી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0