Sabarkantha : નશામાં ધૂત પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જ્યો, ત્રણથી ચાર વાહનોને લીધા અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં નશામાં ધૂત પોલીસે અકસ્માત સર્જ્યો હોવાના સમાચાર મળ્યા છે. કાયદાનું પાલન કરાવનાર પોલીસ કર્મચારી જ નશામાં ધૂત બનીને ત્રણથી ચાર વાહનોને અડફેટમાં લેતા ચકચાર મચી ગઇ હતી.
જાદર ગામમાં પોલીસકર્મીએ 3-4 વાહન અડફેટે લીધા
મળેલી માહિતી મુજબ જાદર ગામમાં પોલીસકર્મીએ 3-4 વાહન અડફેટે લીધા હતા. પોલીસ સ્ટેશનથી માત્ર 20 મીટરના અંતરે પોલીસ કર્મચારી હસમુખસિંહે અકસ્માત કર્યો હતો.
લોકોનું મોટુ ટોળુ એકત્ર
ઘટનાના પગલે લોકોનું મોટુ ટોળુ એકત્ર થઇ ગયું હતું. લોકોએ નશામાં ધૂત પોલીસ કર્મચારીનો વીડિયો પણ ઉતાર્યો હતો અને વાયરલ કર્યો હતો. નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો વાયરલ
નશામાં ધૂત બનેલો હસમુખસિંહ હિંમતનગર પોલીસમાં ફરજ બજાવે છે. કાયદાનું ભાન કરાવનાર પોલીસકર્મી જ દારૂના નશામાં હોવાનું વીડિયોમાં જોવા મળે છે. નશામાં ધૂત પોલીસકર્મીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસ કર્મચારી રસ્તા પર પડેલો જોવા મળે છે
વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ત્રણથી ચાર વાહનોને અડફેટમાં લીધા પછી નશામાં ધૂત બનેલો આ પોલીસ કર્મચારી રસ્તા પર પડેલો જોવા મળે છે અને લોકો તેને રસ્તા પરથી ઉઠાવાનો પ્રયાસ કરે છે પણ આ પોલીસ કર્મચારીને ભાન જ નથી અને તે રસ્તા પર રીતસર સુઇ જાય છે. આ દ્રષ્યો જોઇને ગામના લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો.
What's Your Reaction?






