Sabarkantha: જિલ્લામાં ગત રાત્રીથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, વડાલીમાં 7.36 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં ગત રાત્રીથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પાણીની આવક જોવા મળી છે. વડાલી, ખેડબ્રહ્મા, ઈડર, હિંમતનગર,તલોદ અને વિજયનગર તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના 6 તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વડાલી અને ખેડબ્રહ્મા તાલુકામાં વરસ્યો છે.
સાબરકાંઠામાં ગત રાત્રીથી ધોધમાર વરસાદી માહોલ
સાબરકાંઠામાં જિલ્લામાં મોડી રાત્રીથી વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના પગલે નદીઓમાં પાણીની આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે. વડાલીમાં મોડી રાત્રીથી સવાર સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ખેડબ્રહ્મા 7.5 ઇંચ, ઇડર પંથકમાં 3 ઇંચ, હિંમતનગર 2 ઇંચ, વિજયનગર 1.5 ઇંચ,તલોદ 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે હજી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ત્રણ તાલુકાની નદીઓ બે કાંઠે
સાબરકાંઠાના ચાર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે. ત્રણ તાલુકાની નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લાના મોટા ભાગના તળાવો અને ડેમ છલકાયા છે. શ્રીકાર વર્ષાથી લોકોમાં ખુશી જોવા મળી છે. આજે સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
What's Your Reaction?






