સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધુ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. જેના પગલે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે. ખેડૂતોને પાકનું ભારે નુકસાન થયું છે. બીજી તરફ ડ્રીપ સહિત ખૂબ મોટું નુકસાન થયું છે, ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારમાં લેખિત રજૂઆત કરશે. જોકે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે.
વડાલી વિસ્તારમાં 8 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા સહિત વિજયનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં ભારે પાણી ભરાયા છે તો બીજી તરફ ખેડબ્રહ્મા તેમજ વડાલી વિસ્તારમાં એક જ રાતમાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબકતા કેટલાય ખેડૂતોને વ્યાપક નુકસાન સર્જાય છે. એક તરફ ઉભા ખેતરોમાં નાખવામાં આવેલી ટપક સિંચાઈની ડ્રીપ પાણીમાં તણાઈ ચૂકી છે તો બીજી તરફ ઊભી ખેતીમાં હજુ પણ પાણી ભરાવાના પગલે મોટાભાગનો પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થઈ છે. ત્યારે સ્થાનિક કક્ષાએ ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે સર્વે કરી સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. સાબરકાંઠાના ઈડર તેમજ વડાલી વિસ્તારમાં 8 કલાકમાં 12 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે મગફળી કપાસ સહિતના પાકોમાં આજે પણ પાણી યથાવત રહેતા ખેડૂતોને પાકમાં વ્યાપક સ્થિતિ આવી રહી છે. જોકે આવનારા સમયમાં વરસાદની સ્થિતિ યથાવત રહે તો ખેડૂતો માટે આશીર્વાદ સમાન રહેતો વરસાદ વ્યાપક નુકસાની લાવી શકે તેમ છે. જેના પગલે ખેડૂતો હવે રાજ્ય સરકાર પાસે સર્વે આધારિત સહાયની માગ કરી રહ્યા છે.
ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો
જોકે સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદના પગલે કેટલાય ખેડૂતોને વ્યાપક નુકસાન ગયું છે. તેમજ આવનારા સમયમાં પણ હજુ ભારે વરસાદ થાય તો કેટલાય ખેડૂતો માટે નુકસાની નો સમય બની રહે તેમ છે. ત્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સ્થાનિક કક્ષાએ ખેડૂતોના ખેતરની મુલાકાત કરી છે. તેમજ ખેતીની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા બાદ હવે રાજ્ય સરકારમાં રજૂઆત કરશે. જોકે ખેડૂતોને થયેલું નુકસાન આવનારા સમયમાં સર્વે કરાયા બાદ સહયોગ સ્વરૂપે આપવામાં આવે તો ખેડૂતો માટે આ સહાય નિષ્ફળ બની રહેલી ખેતી માટે આશારૂપ બની રહે તેમ છે. જોકે સાબરકાંઠામાં થયેલા ભારે વરસાદના પગલે કેટલા ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનું આવ્યું છે. ત્યારે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા કેટલો અને કેવો સહયોગ અપાય છે એ તો સમય જ બતાવશે.