Sabarkantha News: હિંમતનગરમાં હાથમતી બ્રીજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ બચાવ્યો જીવ

Mar 20, 2026 - 20:30
Sabarkantha News: હિંમતનગરમાં હાથમતી બ્રીજ પરથી યુવતીએ લગાવી મોતની છલાંગ, સ્થાનિકોએ બચાવ્યો જીવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હિંમતનગર શહેરના વ્યસ્ત ગણાતા હાથમતી બ્રીજ પરથી એક અજાણી યુવતીએ અચાનક નીચે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોની સમયસૂચકતા અને નસીબના જોરે યુવતીનો જીવ બચી ગયો છે.

અગમ્ય કારણોસર ઉઠાવ્યું પગલું

ઘટનાની મળતી માહિતી અનુસાર, યુવતીએ કયા કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્રીજ પરથી નીચે પટકાવાને કારણે યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.

પોલીસ અને 108ની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ હિંમતનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સદનસીબે ઘટના સમયે હાજર વ્યક્તિઓએ યુવતીની મદદ કરતા તેનો જીવ બચાવવામાં સફળતા મળી હતી.

હાલ યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તેના પરિવારનો સંપર્ક કરવા તથા આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી રહી છે.


આ પણ વાંચો - 


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0