Sabarkantha News : ખેડબ્રહ્મા ખાતે વિજપોલ પરથી ગળે ફાસો ખાધેલી હાલતમાં યુવકની મૃતદેહ મળી આવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ખેડબ્રહ્માથી ચીખલા રોડ પર ખેતરમાંથી વીજપોલ પરથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. સતત ત્રણ દિવસમાં ફાંસો ખાધેલી 2 મૃતદેહ મળી આવ્યો છે. પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સતત 3 દિવસમાં બે ગળે ફાસો ખાધેલી યુવકની મૃતદેહ મળ્યો
ખેડબ્રહ્માથી ચીખલા રોડ પાસે આવેલા ખેતરમાં વિજપોલ પર ગળે ફાસો ખાધેલી હાલતમાં યુવકની મૃતદેહ મળી આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના સતત 3 દિવસમાં ગળે ફાસો ખાધેલી 2 યુવકોના મૃતદેહો મળતા સમગ્ર વિસ્તરમાં શોક વ્યાપી ગયો છે. ખેડબ્રહ્મા તાલુકામાં નવ યુવાનોનો ગળે ફાંસો ખાવાના કિસ્સાઓ વધી રહ્યા છે. સતત ગળે ફાસો ખાતા યુવકોનો મૃતદેહ મળવ્યો તે એક મોટી ચિંતાનો વિષય બન્યો છે. પોલીસ ઘટના સ્થરે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
સતત ગળે ફાસો ખરા યુવકો માટે ચિંતાનો વિષય
અગાઉ પણ અરવલ્લીના ભિલોડામાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો હતો. ફોરેસ્ટ ચોકીદાર ધુળાભાઈ તરારે ગળે ફાંસો ખાઇને પોતાનુ જીવન ટૂંકાવ્યુ હતુ. નર્સરીમાં જ ઝાડ પર ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યુ હતુ. ધોલવાણી ગામ પાસે આવેલી નર્સરીમાં આત્મહત્યાની ઘટના સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાની જાણ સ્થાનિકોને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી.
What's Your Reaction?






