Sabarkantha News : પ્રાંતિજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસરને ચપ્પુ બતાવી ધમકી આપી

Oct 2, 2026 - 11:00
Sabarkantha News : પ્રાંતિજમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પાલિકાના ચીફ ઓફિસરને ચપ્પુ બતાવી ધમકી આપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી કાયદો અને વ્યવસ્થાને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા છેલ્લા ચાર દિવસથી ગેરકાયદે દબાણો હટાવવાની સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ડ્રાઈવ દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર હિરેન સોલંકી અને તેમની સમગ્ર ટીમને અસામાજિક તત્વોના ઉગ્ર વિરોધ તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. પ્રાંતિજ શહેરના ભાંખડિયા વિસ્તારમાં એપ્રોચ રોડ પર ચાલી રહેલી દબાણ હટાવવાની કામગીરી વખતે કેટલાક શખ્શો બેફામ બન્યા હતા અને ફરજ પર હાજર ઉચ્ચ અધિકારીને ખુલ્લેઆમ ચપ્પુ બતાવીને ભારે આતંક મચાવ્યો હતો.

ચીફ ઓફિસર હિરેન સોલંકીને જાહેરમાં અશ્લીલ ગાળો બોલી

પ્રાપ્ત વિગતો અનુસાર, નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા અને ગેરકાયદે કબજાઓ દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને આ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન બે અસામાજિક શખ્શોએ અચાનક સ્થળ પર આવીને હોબાળો મચાવ્યો હતો. આ બંને શખ્શોએ ચીફ ઓફિસર હિરેન સોલંકીને જાહેરમાં અશ્લીલ ગાળો બોલી હતી અને સરકારી કામગીરી અટકાવવા માટે ચપ્પુ બતાવીને જીવથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અચાનક બનેલી આ ઘટનાથી થોડીવાર માટે સ્થળ પર નાસભાગ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું અને સરકારી કર્મચારીઓમાં ભારે ભય તેમજ રોષ જોવા મળ્યો હતો.

બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ

આ ગંભીર ઘટના બાદ ચીફ ઓફિસર હિરેન સોલંકી દ્વારા તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધીને કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાંતિજ પોલીસે ફરિયાદને ગંભીરતાથી લઈને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા, હુમલાનો પ્રયાસ કરવા તેમજ ચપ્પુ બતાવીને ધમકી આપવા બદલ બંને આરોપીઓ સામે ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહીના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી અધિકારીઓ પર આ પ્રકારે જાહેરમાં જીવલેણ હુમલાની કોશિશ કરવાના કિસ્સાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાએ રાજ્યમાં સરકારી કર્મચારીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ખડા કર્યા છે. એક તરફ તંત્ર પ્રજાના હિતમાં અને વિકાસના કાર્યો માટે ડિમોલિશન જેવી સખત પગલાં ભરી રહ્યું છે.

આ પણ વાંચોઃ  Ahmedabad News : એરપોર્ટ પર મુસાફરને પીકઅપ કરવા માટે 20, ડ્રોપિંગ કરવા 50 રૂપિયા ચાર્જ વસૂલાશે



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0