Sabarkantha: હિંમતનગરમાં HMPV ગ્રસ્ત બાળકને 10 દિવસની સારવાર બાદ સાજો થયો

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. તેવામાં હિંમતનગરમાં HMPV ગ્રસ્ત બાળક સાજો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. આખરે 10 દિવસની સારવાર બાદ બાળકને રજા અપાઇ છે.હિંમતનગરમાં HMPV ગ્રસ્ત 7 વર્ષનો બાળક સાજા થતા  માતા-પિતા સાથે બાળકના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ સાથે ખુશખૂશાલ ચહેરો જોવા મળ્યો હતો. મળતી વિગતો મુજબ, હિંમતનગરના આજે બેબીકેર હોસ્પિટલમાંથી 7 વર્ષના બાળકને વેન્ટિલેટર બાદ ઓક્સિજન પર સારવાર કરાઇ હતી. આખરે 10 દિવસની સરકારની ગાઈડ લાઈન મુજબ દવા કરતા બાળક સાજો થયો છે.

Sabarkantha: હિંમતનગરમાં HMPV ગ્રસ્ત બાળકને 10 દિવસની સારવાર બાદ સાજો થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. તેવામાં હિંમતનગરમાં HMPV ગ્રસ્ત બાળક સાજો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે. 

મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો હતો. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું. આખરે 10 દિવસની સારવાર બાદ બાળકને રજા અપાઇ છે.

હિંમતનગરમાં HMPV ગ્રસ્ત 7 વર્ષનો બાળક સાજા થતા  માતા-પિતા સાથે બાળકના ચહેરા પર ઉમંગ અને ઉત્સાહ સાથે ખુશખૂશાલ ચહેરો જોવા મળ્યો હતો. મળતી વિગતો મુજબ, હિંમતનગરના આજે બેબીકેર હોસ્પિટલમાંથી 7 વર્ષના બાળકને વેન્ટિલેટર બાદ ઓક્સિજન પર સારવાર કરાઇ હતી. આખરે 10 દિવસની સરકારની ગાઈડ લાઈન મુજબ દવા કરતા બાળક સાજો થયો છે.