સાબરકાંઠાના વડાલીમાં રખડતા ઢોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે. વડાલી પાલિકાના જે.વી કોમ્પલેક્ષમાં આખલા યુદ્ધ થયું છે. રખડતા પશુઓ વચ્ચે યુદ્ધ થતા વાહનોને ભારે નુકસાન થયું છે. કોમ્પલેક્ષના પાર્કિગમાં બાઇકો સહિત ફોર વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે. પાલિકા વિસ્તારમાં રખડતા પશુઓને લઈ અવારનવાર રજૂઆત કરાઈ રહી છે.
વડાલીમાં રખડતા ઢોરોનો ત્રાસ
પાલિકા વિસ્તારમાં રખડતા પશુઓને સુરક્ષિત છોડવાની વાત ફક્ત કાગડ પર કરવામાં આવી રહી છે. બે આખલા વચ્ચેના યુદ્ધમાં વાહનોને નુકસાન થતાં વાહન માલિકોમાં પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે. મુખ્ય માર્ગો સહિત રહેનાર વિસ્તારમાં રખડતા પશુઓના ત્રાસને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે.
આખલાના ત્રાસથી લોકો પરેશાન
સાબરકાંઠામાં આખલાના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે. રસ્તાઓ પર રખડતા ઢોરના ત્રાસથી લોકોને અકસ્માતનો ભય લાગી રહ્યો છે. પલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતા કાર્યવાહી કરવામાં આવી રહી નથી. રખડતા પશુઓ વચ્ચે યુદ્ધ થતા વાહનોને ભારે નુકસાન થયું છે. કોમ્પલેક્ષના પાર્કિગમાં બાઇકો સહિત ફોર વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.