Sabarkantha: બાયડના સાઠંબામાં કપિરાજનો આતંક

દરજી ફળી, ઇન્ડસ્ટ્રીઝ ફળીમાં વાનરનો આતંક ત્રણ દિવસમાં 8 લોકોને કર્યા ઘાયલ વાનરને પકડવા વનવિભાગે પાંજરૂ મૂક્યું સાબરકાંઠાના બાયડ અને સાઠંબામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 8 લોકોને ઘાયલ કર્યા અને ત્રણ લોકોને બચકા ભર્યા છે. સાબરકાંઠાના બાયડ અને સાઠંબામાં છેલ્લા થોડા દિવસોથી વાનરોનો ત્રાસ વધી ગયો છે. ગ્રામજનોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સાઠંબાની શેરીઓ પણ સુમસામ જોવા મળે છે. ગ્રામજનો બહાર નિકળતા જ વાનરો દ્વારા હેરાનગતી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 8 લોકોને નાની – મોટી ઈજાઈ થઈ છે અને ત્રણ વ્યક્તિઓને બચકા ભરી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગ્રામજનો દ્વારા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ વાંદરા પકડવાનું પાંજરું લઈને પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા દરજી ફળી, ઇન્ડસ્ટ્રીઝ ફળી, નદી વાળી ફળીમાં વાંદરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. આ દરેક વિસ્તારમાં વન વિભાગની ટીમ પાંજરું લઈને વાનરને પકડવા મહેનત કરી રહી છે.

Sabarkantha: બાયડના સાઠંબામાં કપિરાજનો આતંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દરજી ફળી, ઇન્ડસ્ટ્રીઝ ફળીમાં વાનરનો આતંક
  • ત્રણ દિવસમાં 8 લોકોને કર્યા ઘાયલ
  • વાનરને પકડવા વનવિભાગે પાંજરૂ મૂક્યું

સાબરકાંઠાના બાયડ અને સાઠંબામાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 8 લોકોને ઘાયલ કર્યા અને ત્રણ લોકોને બચકા ભર્યા છે.


સાબરકાંઠાના બાયડ અને સાઠંબામાં છેલ્લા થોડા દિવસોથી વાનરોનો ત્રાસ વધી ગયો છે. ગ્રામજનોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. સાઠંબાની શેરીઓ પણ સુમસામ જોવા મળે છે. ગ્રામજનો બહાર નિકળતા જ વાનરો દ્વારા હેરાનગતી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 8 લોકોને નાની – મોટી ઈજાઈ થઈ છે અને ત્રણ વ્યક્તિઓને બચકા ભરી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

ગ્રામજનો દ્વારા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના કર્મચારીઓ વાંદરા પકડવાનું પાંજરું લઈને પહોંચ્યા હતા. વન વિભાગ દ્વારા દરજી ફળી, ઇન્ડસ્ટ્રીઝ ફળી, નદી વાળી ફળીમાં વાંદરાને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. આ દરેક વિસ્તારમાં વન વિભાગની ટીમ પાંજરું લઈને વાનરને પકડવા મહેનત કરી રહી છે.