Sabarkantha : પ્રેમલગ્નના વિવાદમાં કડવા પાટીદાર સમાજનો પોલીસ સામે આક્રોશ, ફરિયાદ ન નોંધાતાં પોલીસ મથકનો ઘેરાવો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથકે પ્રેમલગ્નના એક મામલે કડવા પાટીદાર સમાજના લોકો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. યુવતીના પરિવારજનો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી કરવામાં આવતી રજૂઆતો છતાં પોલીસે કોઈ ફરિયાદ ન લેતાં લોકોમાં આક્રોશ ફેલાયો હતો. વડાલી પોલીસની નબળી કામગીરી સામે સમાજની મહિલાઓ અને પુરુષોએ એકઠા થઈને પોલીસ સ્ટેશન પહોંચી દેખાવો કર્યા હતા.
પ્રેમલગ્નના મામલે ભારે વિવાદ
સાબરકાંઠાના વડાલી પોલીસ મથક વિસ્તારમાં યુવક અને યુવતી વચ્ચે થયેલા પ્રેમલગ્નના મામલે ભારે વિવાદ સર્જાયો છે. યુવતીના પરિવારે યુવકના પરિવાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનો આક્ષેપ છે કે યુવકના પરિજનો દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે.
યુવતીના પરિવાર સહિત સમાજને હેરાન કરાતો હોવાનો આક્ષેપ
આ હેરાનગતિ મામલે વડાલી પોલીસ મથકે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતો કરવા છતાં તેનું પરિણામ શૂન્ય રહ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રેમલગ્ન કરનાર યુવકનો સ્વજન હાલ આઈપીએસની ટ્રેનિંગમાં હોવાની વિગત છે. આ તાલીમના લીધે યુવતીના પરિવાર સહિત સમાજને હેરાન કરાતો હોવાનો આક્ષેપ છે.
વડાલી પોલીસની નિષ્ફળ કામગીરી
સ્થાનિક પોલીસે છેલ્લા કેટલાક દિવસોથી પીડિત પરિવારની કોઈ ફરિયાદ નોંધી નથી. વડાલી પોલીસની નિષ્ફળ કામગીરી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.પોલીસના ઉગ્ર છાજિયા લીધા
પોલીસ તંત્રની નબળી કામગીરી સામે કડવા પાટીદાર સમાજના લોકોએ મોરચો માંડ્યો છે. સમાજની મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસના ઉગ્ર છાજિયા લીધા હતા. મહિલાઓ અને પુરુષોએ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજાનો ઘેરાવો કર્યો હતો. આ હોબાળાની સ્થિતિ વચ્ચે પણ પોલીસ મથકના પીઆઈ ગાયબ રહ્યા હતા. જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા લોકોનો રોષ વધુ વકર્યો હતો. યુવકના પરિવાર સામે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગ
સમાજે યુવકના પરિવાર સામે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી કરવા માંગ કરી છે. ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી પોલીસ સ્ટેશન ન છોડવા લોકો મક્કમ છે. જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી ન હટવાની ચીમકી અપાઈ છે. સમગ્ર બનાવથી વડાલી પોલીસની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

