Sabarkantha: કાળીચૌદશે ઈડરમાં કાલભૈરવ મંદિર ખાતે કરાઈ આરતી, હજારો લોકો રહ્યા હાજર

આજે દિવાળીની પૂર્વ સંધ્યા તેમજ કાળીચૌદશ નિમિત્તે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં વિવિધ જગ્યાઓએ કાલભૈરવની વિશેષ પૂજા આરતી હોમ અને હવન થઈ રહ્યા છે.કાળીચૌદશે દેશમાં વિવિધ જગ્યાઓએ કાલભૈરવની કરાઈ વિશેષ પૂજા ત્યારે સાબરકાંઠાના ઈડરના બોલુંદરા ગામે આવેલા ગુજરાતના એકમાત્ર શિખરબંધી કાલભૈરવ મંદિર ખાતે 751 દીવાની વિશેષ પૂજા આરતી કરાઈ હતી. જેમાં હજારો લોકો ભાગીદાર બન્યા હતા. કાળી ચૌદશ નિમિત્તે સમગ્ર દેશમાં વિશેષ પૂજા આરતી થતી હોય છે. ત્યારે ગુજરાતના સૌપ્રથમ શિખર બનતી કાલભૈરવના મંદિર ખાતે 751 દિવાની વિશેષ આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 751 દિવાની વિશેષ આરતી કરવામાં આવી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રખ્યાત સંત શ્યામસુંદરદાસ તેમજ વડીયાવીર ધામના શંતિગીરીજીની હાજરીમાં વિશેષ પૂજા કરાઈ હતી. આ તબક્કે મંદિરના પટાંગણમાં 751 દિવાની આરતી કરાઈ હતી, તેમજ હાજર રહેલા સ્થાનિક ભાવિક ભક્તોએ કાલ ભૈરવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ તેમના જીવનની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ પૂજાનો લાભ મેળવ્યો હતો. સમગ્ર વિસ્તારમાં ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું ગુજરાતમાં સૌપ્રથમ કાલ ભૈરવ શિખરબંધી મંદિર માત્ર સાબરકાંઠાના ઈડર તાલુકાના બોલુંદરા ગામે આવેલું છે, તેમજ સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓના પ્રજાજનો પણ મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. જોકે દિવાળીની પૂર્વસંધ્યા અને કાળી ચૌદશ નિમિત્તે આજે યોજાયેલા વિશેષ હોમ હવન તેમજ મહા આરતીની પગલે સમગ્ર વિસ્તારમાં ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે આજના દિને કાલભૈરવ મંદિર ખાતે જિલ્લાના પ્રજાજનોની સુખ-સમૃદ્ધિ સહિત તમામના જીવનની ઊર્ધ્વગામી બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સાબરકાંઠાના વડાલીમાં સ્મશાનમાં દીવા પ્રગટાવવામાં આવે છે સાબરકાંઠાનું વડાલીમાં સ્મશાન કાળી ચૌદશની રાતનું નામ પડે ત્યારે લોકોમાં ડર ઉદભવે કે જ્યાં આ રાત્રીએ ભૂત પ્રેતો માટે કંઈક સ્મશાનમાં મેલી વિદ્યાઓ તાંત્રિક વિધિ થતી હોય છે. નામ માત્રથી કંપારી છૂટી જાય પણ અહીંયા સાબરકાંઠાનું વડાલી માં અનોખી રીતે લોકો સ્મશાન ને પવિત્ર જગ્યા માને તેના માટે બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આ બધા એક સાથે સ્મશાન ગૃહમાં કાળી ચૌદશની રાત્રીએ ભેગા મળીને દીવા પ્રગટાવે છે અને આખું સ્મશાન દિવાથી ઝગમગે છે. જે સ્મશાનની મૃત દેહ ની સૈયા મુકવામાં આવે છે ત્યાં આ લોકો વિના સંકોચે તે સ્થાને દીવા પ્રગટાવવામાં આવે છે અને ઓમ, ત્રિશુલ અને અવનવા નામ સાથે દિવા લાઈનમાં મુકવામાં આવે છે અને આ જગ્યાએ જાને સાક્ષાત ભગવાન પણ અવતરતા હોય તેવું વાતાવરણ નો નજારો અહીંયા જોવા મળે છે. 

Sabarkantha: કાળીચૌદશે ઈડરમાં કાલભૈરવ મંદિર ખાતે કરાઈ આરતી, હજારો લોકો રહ્યા હાજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આજે દિવાળીની પૂર્વ સંધ્યા તેમજ કાળીચૌદશ નિમિત્તે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં વિવિધ જગ્યાઓએ કાલભૈરવની વિશેષ પૂજા આરતી હોમ અને હવન થઈ રહ્યા છે.

કાળીચૌદશે દેશમાં વિવિધ જગ્યાઓએ કાલભૈરવની કરાઈ વિશેષ પૂજા

ત્યારે સાબરકાંઠાના ઈડરના બોલુંદરા ગામે આવેલા ગુજરાતના એકમાત્ર શિખરબંધી કાલભૈરવ મંદિર ખાતે 751 દીવાની વિશેષ પૂજા આરતી કરાઈ હતી. જેમાં હજારો લોકો ભાગીદાર બન્યા હતા. કાળી ચૌદશ નિમિત્તે સમગ્ર દેશમાં વિશેષ પૂજા આરતી થતી હોય છે. ત્યારે ગુજરાતના સૌપ્રથમ શિખર બનતી કાલભૈરવના મંદિર ખાતે 751 દિવાની વિશેષ આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

751 દિવાની વિશેષ આરતી કરવામાં આવી

આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લાના પ્રખ્યાત સંત શ્યામસુંદરદાસ તેમજ વડીયાવીર ધામના શંતિગીરીજીની હાજરીમાં વિશેષ પૂજા કરાઈ હતી. આ તબક્કે મંદિરના પટાંગણમાં 751 દિવાની આરતી કરાઈ હતી, તેમજ હાજર રહેલા સ્થાનિક ભાવિક ભક્તોએ કાલ ભૈરવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સાથોસાથ તેમના જીવનની સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે વિશેષ પૂજાનો લાભ મેળવ્યો હતો.

સમગ્ર વિસ્તારમાં ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું

ગુજરાતમાં સૌપ્રથમ કાલ ભૈરવ શિખરબંધી મંદિર માત્ર સાબરકાંઠાના ઈડર તાલુકાના બોલુંદરા ગામે આવેલું છે, તેમજ સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓના પ્રજાજનો પણ મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે. જોકે દિવાળીની પૂર્વસંધ્યા અને કાળી ચૌદશ નિમિત્તે આજે યોજાયેલા વિશેષ હોમ હવન તેમજ મહા આરતીની પગલે સમગ્ર વિસ્તારમાં ભક્તિનું અનેરું વાતાવરણ સર્જાયું હતું. આ પ્રસંગે આજના દિને કાલભૈરવ મંદિર ખાતે જિલ્લાના પ્રજાજનોની સુખ-સમૃદ્ધિ સહિત તમામના જીવનની ઊર્ધ્વગામી બને તેવી અભિલાષા વ્યક્ત કરી હતી.

સાબરકાંઠાના વડાલીમાં સ્મશાનમાં દીવા પ્રગટાવવામાં આવે છે

સાબરકાંઠાનું વડાલીમાં સ્મશાન કાળી ચૌદશની રાતનું નામ પડે ત્યારે લોકોમાં ડર ઉદભવે કે જ્યાં આ રાત્રીએ ભૂત પ્રેતો માટે કંઈક સ્મશાનમાં મેલી વિદ્યાઓ તાંત્રિક વિધિ થતી હોય છે. નામ માત્રથી કંપારી છૂટી જાય પણ અહીંયા સાબરકાંઠાનું વડાલી માં અનોખી રીતે લોકો સ્મશાન ને પવિત્ર જગ્યા માને તેના માટે બાળકો, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો આ બધા એક સાથે સ્મશાન ગૃહમાં કાળી ચૌદશની રાત્રીએ ભેગા મળીને દીવા પ્રગટાવે છે અને આખું સ્મશાન દિવાથી ઝગમગે છે. જે સ્મશાનની મૃત દેહ ની સૈયા મુકવામાં આવે છે ત્યાં આ લોકો વિના સંકોચે તે સ્થાને દીવા પ્રગટાવવામાં આવે છે અને ઓમ, ત્રિશુલ અને અવનવા નામ સાથે દિવા લાઈનમાં મુકવામાં આવે છે અને આ જગ્યાએ જાને સાક્ષાત ભગવાન પણ અવતરતા હોય તેવું વાતાવરણ નો નજારો અહીંયા જોવા મળે છે.