Rupal Palli: શું છે રૂપાલ પલ્લીનો ઈતિહાસ? જ્યાં વહે છે ઘીની નદીઓ

ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિના નૌમના દિવસે પલ્લી મેળો ભરાય છે.  જેમાં દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે.  જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...રૂપાલ પલ્લીનો મેળોજેની એક જ્યોતના દર્શનથી જીવન ધન્ય થઈ જાય છે. જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે. તેના દર્શન માત્રથી તમામ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે. તેવા વરદાયીની માંનો પલ્લીનો મેળો કોઈ ચમત્કારથી કમ નથી.  અહી  ઘીની નદીઓ તો વહે છે. પણ ઘીનો બગાડ થતો નથી, જે વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે.પલ્લીનો ઉત્સવ કોમી એકતાનુ પ્રતિક દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માંના કામમાં લાગી જાય છે. બધા કોમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ મનાવે છે. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એકતાનુ પણ પ્રતિક છે. ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે, અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે. શું છે પલ્લીનો ઇતિહાસ?મહાભારતકાળથી રૂપાલ ગામમાં યોજાતા પલ્લી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નૌમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા યથાવત છે અને રૂપાલ ગામે માતા વરદાયિનીના સાનિધ્યમાં અહીં પલ્લી નિકાળવામાં આવે છે. રૂપાલની પલ્લી વિશે અમુક રસપ્રદ વાતો પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરે છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે. પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે વિવિધ સ્થળોથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.

Rupal Palli: શું છે રૂપાલ પલ્લીનો ઈતિહાસ? જ્યાં વહે છે ઘીની નદીઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિના નૌમના દિવસે પલ્લી મેળો ભરાય છે.  જેમાં દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે.  જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...

રૂપાલ પલ્લીનો મેળો

જેની એક જ્યોતના દર્શનથી જીવન ધન્ય થઈ જાય છે. જેના દર્શન કરવા એ જીવનનો લ્હાવો છે. તેના દર્શન માત્રથી તમામ દુઃખ દર્દનો સંહાર થઈ જાય છે. તેવા વરદાયીની માંનો પલ્લીનો મેળો કોઈ ચમત્કારથી કમ નથી.  અહી  ઘીની નદીઓ તો વહે છે. પણ ઘીનો બગાડ થતો નથી, જે વિજ્ઞાન માટે પણ એક ચેલેન્જ છે.

પલ્લીનો ઉત્સવ કોમી એકતાનુ પ્રતિક

દર વર્ષે આસો સુદ નૌમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માંના કામમાં લાગી જાય છે. બધા કોમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ મનાવે છે. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એકતાનુ પણ પ્રતિક છે.

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે, અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્રીવતિય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.

શું છે પલ્લીનો ઇતિહાસ?

મહાભારતકાળથી રૂપાલ ગામમાં યોજાતા પલ્લી મેળામાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે. પલ્લીના ઇતિહાસ પર નજર કરીએ તો, દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાના શસ્ત્રો ખીજડાના એક વૃક્ષની નીચે સંતાડયા હતા. આ શસ્ત્રોની રક્ષા માટે તેઓએ વરદાયિની માતાને પ્રાર્થના કરી હતી. ત્યાર બાદ યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ આસો સુદ નૌમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી, તેની ઉપર પાંચ કુંડની સ્થાપના કરી હતી અને ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલી યજ્ઞ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી આ પરંપરા યથાવત છે અને રૂપાલ ગામે માતા વરદાયિનીના સાનિધ્યમાં અહીં પલ્લી નિકાળવામાં આવે છે.

 રૂપાલની પલ્લી વિશે અમુક રસપ્રદ વાતો

પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરે છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. તો પંચોલ સમાજના લોકો માતાજીના નિવેદ માટે સવા મણનો ખીચડો તૈયાર કરે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.

પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે વિવિધ સ્થળોથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.