RMC દ્વારા વધુ 26 CNG બસનું કરાયું લોકાર્પણ, જાણો બસની વિશેષતાઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે શહેરમાં વધુ 26 CNG ફ્યુઅલ આધારિત બસનું મેયર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી શહેરમાં સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં કુલ 78 CNG ફ્યુઅલ આધારિત બસ તથા કૂલ 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટના શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કુલ 151 બસ મારફતે સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.શહેરમાં 52 CNG અને 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહેલી છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત 50,000થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા શહેરમાં BRTS તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં 52 CNG ફ્યુઅલ આધારિત બસ તથા 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે આજે 30 સપ્ટેમ્બરના રોજ વધુ નવી 26 CNG ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી છે. આ 26 CNG ફ્યુઅલ આધારિત બસનું મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી શહેરમાં ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ની 78 CNG ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે. આ નવી 26 CNG ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. CNG બસની વિશેષતાઓ શહેરમાં નવી CNG ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે. રાજકોટ રાજપથ લી.ને સપ્લાય થનાર નવી CNG બસ 9 મીટર લેન્થની 28 સીટની કેપેસીટીની સ્ટાન્ડર્ડ નોન–એસી મીડી બસ અંતર્ગત સીસીટીવી કેમેરા,ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS), LED ડિસપ્લે, ડ્રાઈવર માઈક્રોફોન જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે. તદ્દુપરાંત બસને કંટ્રોલરૂમ પરથી GPS મારફતે ટ્રેકીંગ કરીને લાઈવ કોમ્યુનિકેશન કરી શકાશે. CNG બસના ઉપપોગથી રાજકોટ શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને આધુનિક સગવડતાયુક્ત CNG બસનો લાભ પ્રાપ્ત થશે. સરકાર દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે અમલી CMUBUSScheme હેઠળ પ્રતિ કી.મી. પ્રતિ બસ મહત્તમ રૂપિયા 18 રૂપિયાની મર્યાદામાં Viability Gap Funding(VGF) મળવાપાત્ર થાય છે. સિટી બસ સેવા કુલ 65 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે. 4 નવા રૂટ ઉમેરવામાં આવ્યારૂટ નં-82 (ભક્તિનગર સર્કલ થી એઈમ્સ હોસ્પિટલ)–2 બસ, રૂટ નં-85 (પ્રદ્યુમન પાર્ક થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)–2 બસ, રૂટ નં-88(ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ)-2 બસ, રૂટ નં-92 (ત્રિકોણબાગ થી બેડી ચોકડી)-2 બસ આ ઉપરાંત વધારે ટ્રાફિક વાળા કુલ 6 રૂટમાં લોકોની સુવિધા વધારવા માટે વધારાની 12 નવી બસનો વધારો કરવામાં આવે છે. એટલે કે આ રૂટ પર હવે પછી 2 બસને બદલે 4 બસ કાર્યરત થશે. રૂટ નં-1 (ત્રિકોણ બાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) રૂટ નં-15 (કોઠારીયા ગામથી ITI (ખીરસરા)) રૂટ નં-17 (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ) રૂટ નં-18 (આજી ડેમથી જી.આઈ.ડી.સી. ગેટ-3) રૂટ નં-24 (ત્રિકોણબાગથી જી.આઈ.ડી.સી. ગેટ) રૂટ નં-47 (કોઠારીયા ગામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

RMC દ્વારા વધુ 26 CNG બસનું કરાયું લોકાર્પણ, જાણો બસની વિશેષતાઓ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે શહેરમાં વધુ 26 CNG ફ્યુઅલ આધારિત બસનું મેયર દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજથી શહેરમાં સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં કુલ 78 CNG ફ્યુઅલ આધારિત બસ તથા કૂલ 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત છે. રાજકોટના શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ કુલ 151 બસ મારફતે સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

શહેરમાં 52 CNG અને 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત 

રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહેલી છે. આ બંને બસ સેવાનો દૈનિક ધોરણે અંદાજીત 50,000થી વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવે છે. રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા શહેરમાં BRTS તથા સિટી બસ સેવા ચલાવવામાં આવે છે. હાલ શહેરમાં સિટી બસ સેવા તથા BRTS બસ સેવામાં 52 CNG ફ્યુઅલ આધારિત બસ તથા 99 ઈલેક્ટ્રિક બસ કાર્યરત છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્બન ઉત્સર્જનમાં તથા પ્રદૂષણમાં ઘટાડો કરવાના ભાગરૂપે આજે 30 સપ્ટેમ્બરના રોજ વધુ નવી 26 CNG ફ્યુઅલ આધારિત બસ શરૂ કરવામાં આવી છે. આ 26 CNG ફ્યુઅલ આધારિત બસનું મેયર નયનાબેન પેઢડીયા તથા અન્ય મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આજથી શહેરમાં ‘રાજકોટ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટેશન સર્વિસ’ની 78 CNG ફ્યુઅલ આધારિત બસ શહેરી પરિવહનમાં કાર્યરત રહેશે.

આ નવી 26 CNG ફ્યુઅલ સંચાલિત બસના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, આર.આર.એલ.ના અધિકારીઓ-કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યમાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.


CNG બસની વિશેષતાઓ

શહેરમાં નવી CNG ફ્યુઅલ સંચાલિત બસ શરૂ થવાથી કાર્બનના સ્તરમાં તથા પ્રદુષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થશે અને શહેરીજનોને શહેરી ટ્રાન્સપોર્ટેશનમાં સારી સુવિધા પ્રાપ્ત થશે.

રાજકોટ રાજપથ લી.ને સપ્લાય થનાર નવી CNG બસ 9 મીટર લેન્થની 28 સીટની કેપેસીટીની સ્ટાન્ડર્ડ નોન–એસી મીડી બસ અંતર્ગત સીસીટીવી કેમેરા,ગ્લોબલ પોઝીશનીંગ સીસ્ટમ (GPS), LED ડિસપ્લે, ડ્રાઈવર માઈક્રોફોન જેવી આધુનિક સુવિધાથી સજ્જ છે.

તદ્દુપરાંત બસને કંટ્રોલરૂમ પરથી GPS મારફતે ટ્રેકીંગ કરીને લાઈવ કોમ્યુનિકેશન કરી શકાશે. CNG બસના ઉપપોગથી રાજકોટ શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં ઘટાડો થશે તેમજ શહેરીજનોને આધુનિક સગવડતાયુક્ત CNG બસનો લાભ પ્રાપ્ત થશે. સરકાર દ્વારા ગ્રીન ટ્રાન્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે અમલી CMUBUSScheme હેઠળ પ્રતિ કી.મી. પ્રતિ બસ મહત્તમ રૂપિયા 18 રૂપિયાની મર્યાદામાં Viability Gap Funding(VGF) મળવાપાત્ર થાય છે. સિટી બસ સેવા કુલ 65 રૂટ પર પરિવહન સેવા પૂરી પાડવામાં આવે છે.

 4 નવા રૂટ ઉમેરવામાં આવ્યા

  • રૂટ નં-82 (ભક્તિનગર સર્કલ થી એઈમ્સ હોસ્પિટલ)–2 બસ,
  • રૂટ નં-85 (પ્રદ્યુમન પાર્ક થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)–2 બસ,
  • રૂટ નં-88(ગોંડલ ચોકડીથી અર્પિત કોલેજ)-2 બસ,
  • રૂટ નં-92 (ત્રિકોણબાગ થી બેડી ચોકડી)-2 બસ

આ ઉપરાંત વધારે ટ્રાફિક વાળા કુલ 6 રૂટમાં લોકોની સુવિધા વધારવા માટે વધારાની 12 નવી બસનો વધારો કરવામાં આવે છે. એટલે કે આ રૂટ પર હવે પછી 2 બસને બદલે 4 બસ કાર્યરત થશે.

  • રૂટ નં-1 (ત્રિકોણ બાગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)
  • રૂટ નં-15 (કોઠારીયા ગામથી ITI (ખીરસરા))
  • રૂટ નં-17 (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ)
  • રૂટ નં-18 (આજી ડેમથી જી.આઈ.ડી.સી. ગેટ-3)
  • રૂટ નં-24 (ત્રિકોણબાગથી જી.આઈ.ડી.સી. ગેટ)
  • રૂટ નં-47 (કોઠારીયા ગામથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)