RE Summit: રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં AIના ઉપયોગ અને ભવિષ્યના પડકારો વિશે ચર્ચા
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોના બીજા દિવસે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન રિન્યુએબલ એનર્જી સેક્ટર વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સત્રમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘ, વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકર, અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર માધવી ઇસાન્કા, એઝ્યોર પાવરના સીઇઓ સુનિલ ગુપ્તા, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના CSIRT- પાવર અને સીએસ ડિવીઝનના ડાયરેક્ટર એલ.કે.એસ રાઠોર અને ગ્રીન અર્થ એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સુમિત ચૌધરી સામેલ થયા હતાં. તેમણે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગ તેના ભવિષ્ય અને પડકારો વિશે ચર્ચા કરી હતી. વિશ્વમાં જે ક્ષમતાના સર્વર ફાર્મ બની રહ્યા છે, બાજુમાં ન્યૂક્લિયર પ્લાન્ટ બનાવવા પડશે આ ચર્ચાની શરૂઆતમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા પડકારો અને ટેક્નોલોજી વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે AI ક્ષેત્રના વિકાસ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે AI મોડલ આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં ઊર્જાની પુષ્કળ ખપત થાય છે. અત્યારે વિશ્વસ્તરે નાનામા નાનું મોડલ પણ 100 કિલોવોટ અવરની ઊર્જા વાપરે છે અને મોટા મોડલ અને ટ્રાન્સફોર્મર્સ છે જે 500 મેગાવોટ અને ગીગાવોટની ઊર્જા વાપરે છે. અત્યારે વિશ્વમાં જે પ્રકારના સર્વર ફાર્મ અને કોમ્પ્યુટ ક્ષમતા નિર્માણ કરવામાં આવી રહી છે તો ઘણીવાર લોકો કહે છે કે આપણે ખાલી ડેટા સેન્ટર જ નહીં પણ તેની બાજુમાં ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવવું પડશે. કારણ કે આટલા ઉચ્ચતમ કોમ્પ્યુટિંગ સેન્ટરને ઊર્જા આપવી એ નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ છે. તેમણે જણાવ્યું કે AIમાં હીટ ઉત્પાદન અને કાર્બન ફુટપ્રિન્ટની પણ સમસ્યા સામે આવે છે. તેથી આપણે એવા ઉકેલ લાવવા પડશે, જેથી વાતાવરણ પર તેમના પ્રભાવોને વધુમાં વધુ ઘટાડી શકાય. ભારતે ઇન્ડિયા AI મિશન લૉન્ચ કર્યું છે. તેમાં જ્યારે પણ અમે AI અલ્ગોરિધમ અને મોડલ પર કામ કરીએ છીએ તો સંપૂર્ણ ધ્યાન એ વાત પર રહે છે કે કેવી રીતે ઊર્જા કાર્યક્ષમ મોડલ બનાવી શકાય. ડેટા સેન્ટરને કેવી રીતે ગ્રીન ડેટા સેન્ટરમાં કન્વર્ટ કરી શકાય અને નેટ ઝીરો ડેટા સેન્ટર કેવી રીતે બને, તેના પર પણ અમારું ફોકસ છે. દેશના 12 રાજ્યોમાં સુદૂર ક્ષેત્રોમાં 60 પ્લાન્ટ હોય તો માણસો ન મોકલી શકાય, AI ડેટાથી નિરાકરણ જરૂરી આ સત્રમાં એઝ્યોર પાવરના સીઈઓ સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે અમારી કંપનીના દેશના 12 રાજ્યોમાં 60 પ્લાન્ટ્સ છે, જેમાં 2500થી 3000 જનરેટિંગ યુનિટ્સ છે. આ હજારો યુનિટમાં ક્યાંય પણ કંઈ સમસ્યા આવે તો મેનપાવર મોકલી શકાતો નથી. ઘણા પ્લાન્ટ્સ તો બિલકુલ સુદૂર ક્ષેત્રોમાં છે. ઘણી વખત પૂર આવે છે તો અમે માણસો મોકલી જ નથી શકતા. આવા સમયે ડેટાના મદદથી AI એનાલિસીસ જ કામ આવી શકે છે. અમારા માટે આ મોટી સમસ્યા છે અને તેના નિરાકરણ માટે અમે અલગ અલગ AI કંપનીઓ સાથે પાયલટ કર્યા છે. તેમણે જણાવ્યું કે AIની મદદથી પ્લાન્ટમાં બ્રેકડાઉન અટકાવી શકાય છે, મેઈન્ટેનન્સ સારી રીતે થઇ શકે છે અને કાર્યક્ષમતા વધારી શકાય છે. AIનો આશાવાદ: અમેરિકામાં કૂતરાને જોઈને ગાડી ઉભી રહી, ઈશારો મળ્યો પછી આગળ વધી આ ચર્ચામાં AIના રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉપયોગ અને પડકારો અંગે વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકરે તેમના અનુભવો અને આંતર્દૃષ્ટિ રજૂ કરી હતી. તેમણે અમેરિકામાં તેમને AI ટેક્નોલોજીના થયેલા એક રસપ્રદ અનુભવને સહભાગીઓ સાથે શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, “ હું અમેરિકા હતો અને મને વોશિન્ગટન ડીસી એરપોર્ટથી મેરિલેન્ડ જવાનું હતું. મેં ટેસ્લા બુક કરી અને મને ખ્યાલ આવ્યો કે તેમાં ડ્રાઇવર ગાડી ચલાવતો ન હતો. તે ઓટોપાયલટ પર હતી. મારા મગજના એન્ટેના ઉંચા થઈ ગયા હતા. ફ્રીવે પર ઓવરટેક કરવામાં ગાડી થોડી હલબલી ગઈ હતી. મેં ડ્રાઈવરને પૂછ્યું કે તમને ખાતરી છે ને ? તો ડ્રાઇવરે કહ્યું કે હા મને ટેક્નોલોજી પર પૂરો ભરોસો છે. પછી ગાડી પહોળા રસ્તાઓમાંથી ગલીઓમાં જઇ રહી હતી અને એક જગ્યાએ રસ્તા પર એક વ્યક્તિ કૂતરા સાથે હતો અને તે નજીક આવ્યો. પ્રશ્ન એ છે કે AI શું કરશે. ગાડી ત્યાં ઉભી રહી ગઇ. પણ તે વ્યક્તિ આગળ ન વધ્યો અને અમને હાથથી ઇશારો કર્યો અને ગાડી આગળ ચાલી. હવામાનનું લાંબાગાળાનું ફોરકાસ્ટ મળે તે જરૂરી, ઊર્જા અને બાંધકામ ક્ષેત્રને સાથે લાવવા પડશે અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર માધવી ઇસાન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં હવામાનનો ડેટા ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. તેનું પ્રારંભિક મોડલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેના પર આપણે એપ્લીકેશન્સ બનાવી રહ્યા છીએ. પણ જે રીતે ગ્લોબલ ડેટા અલગ અલગ મોડલમાં ઉપલબ્ધ છે, તેમાં ભારતનું મોડલ વધારે પરિપક્વ બને તે જરૂરી છે, જેથી લાંબાગાળાનું ફોરકાસ્ટિંગ થઈ શકે. આ ડેટા આરઇ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવશે. તેમણે ઊર્જા અને બાંધકામ ક્ષેત્રને સાથે જોડવાની વાત કહી હતી જેથી પ્લાન્ટના બાંધકામનો ખર્ચ ઘટાડી શકાય અને અન્ય ફાયદા મેળવી શકાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજિત ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોના બીજા દિવસે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન રિન્યુએબલ એનર્જી સેક્ટર વિષય પર વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સત્રમાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘ, વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકર, અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર માધવી ઇસાન્કા, એઝ્યોર પાવરના સીઇઓ સુનિલ ગુપ્તા, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીના CSIRT- પાવર અને સીએસ ડિવીઝનના ડાયરેક્ટર એલ.કે.એસ રાઠોર અને ગ્રીન અર્થ એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. સુમિત ચૌધરી સામેલ થયા હતાં. તેમણે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગ તેના ભવિષ્ય અને પડકારો વિશે ચર્ચા કરી હતી.
વિશ્વમાં જે ક્ષમતાના સર્વર ફાર્મ બની રહ્યા છે, બાજુમાં ન્યૂક્લિયર પ્લાન્ટ બનાવવા પડશે
આ ચર્ચાની શરૂઆતમાં કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MEITY)ના અધિક સચિવ અભિષેક સિંઘે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા પડકારો અને ટેક્નોલોજી વિશે સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે AI ક્ષેત્રના વિકાસ માટે સૌથી મોટો પડકાર એ છે કે જે AI મોડલ આપણે ઉપયોગ કરીએ છીએ તેમાં ઊર્જાની પુષ્કળ ખપત થાય છે. અત્યારે વિશ્વસ્તરે નાનામા નાનું મોડલ પણ 100 કિલોવોટ અવરની ઊર્જા વાપરે છે અને મોટા મોડલ અને ટ્રાન્સફોર્મર્સ છે જે 500 મેગાવોટ અને ગીગાવોટની ઊર્જા વાપરે છે.
અત્યારે વિશ્વમાં જે પ્રકારના સર્વર ફાર્મ અને કોમ્પ્યુટ ક્ષમતા નિર્માણ કરવામાં આવી રહી છે તો ઘણીવાર લોકો કહે છે કે આપણે ખાલી ડેટા સેન્ટર જ નહીં પણ તેની બાજુમાં ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવવું પડશે. કારણ કે આટલા ઉચ્ચતમ કોમ્પ્યુટિંગ સેન્ટરને ઊર્જા આપવી એ નેક્સ્ટ ટુ ઈમ્પોસિબલ છે.
તેમણે જણાવ્યું કે AIમાં હીટ ઉત્પાદન અને કાર્બન ફુટપ્રિન્ટની પણ સમસ્યા સામે આવે છે. તેથી આપણે એવા ઉકેલ લાવવા પડશે, જેથી વાતાવરણ પર તેમના પ્રભાવોને વધુમાં વધુ ઘટાડી શકાય. ભારતે ઇન્ડિયા AI મિશન લૉન્ચ કર્યું છે. તેમાં જ્યારે પણ અમે AI અલ્ગોરિધમ અને મોડલ પર કામ કરીએ છીએ તો સંપૂર્ણ ધ્યાન એ વાત પર રહે છે કે કેવી રીતે ઊર્જા કાર્યક્ષમ મોડલ બનાવી શકાય. ડેટા સેન્ટરને કેવી રીતે ગ્રીન ડેટા સેન્ટરમાં કન્વર્ટ કરી શકાય અને નેટ ઝીરો ડેટા સેન્ટર કેવી રીતે બને, તેના પર પણ અમારું ફોકસ છે.
દેશના 12 રાજ્યોમાં સુદૂર ક્ષેત્રોમાં 60 પ્લાન્ટ હોય તો માણસો ન મોકલી શકાય, AI ડેટાથી નિરાકરણ જરૂરી
આ સત્રમાં એઝ્યોર પાવરના સીઈઓ સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે અમારી કંપનીના દેશના 12 રાજ્યોમાં 60 પ્લાન્ટ્સ છે, જેમાં 2500થી 3000 જનરેટિંગ યુનિટ્સ છે. આ હજારો યુનિટમાં ક્યાંય પણ કંઈ સમસ્યા આવે તો મેનપાવર મોકલી શકાતો નથી. ઘણા પ્લાન્ટ્સ તો બિલકુલ સુદૂર ક્ષેત્રોમાં છે. ઘણી વખત પૂર આવે છે તો અમે માણસો મોકલી જ નથી શકતા. આવા સમયે ડેટાના મદદથી AI એનાલિસીસ જ કામ આવી શકે છે. અમારા માટે આ મોટી સમસ્યા છે અને તેના નિરાકરણ માટે અમે અલગ અલગ AI કંપનીઓ સાથે પાયલટ કર્યા છે. તેમણે જણાવ્યું કે AIની મદદથી પ્લાન્ટમાં બ્રેકડાઉન અટકાવી શકાય છે, મેઈન્ટેનન્સ સારી રીતે થઇ શકે છે અને કાર્યક્ષમતા વધારી શકાય છે.
AIનો આશાવાદ: અમેરિકામાં કૂતરાને જોઈને ગાડી ઉભી રહી, ઈશારો મળ્યો પછી આગળ વધી
આ ચર્ચામાં AIના રિન્યુએબલ ઊર્જા ક્ષેત્રમાં ઉપયોગ અને પડકારો અંગે વારી એનર્જીસ કંપનીના સીઇઓ ડૉ. અમિત પૈથાનકરે તેમના અનુભવો અને આંતર્દૃષ્ટિ રજૂ કરી હતી. તેમણે અમેરિકામાં તેમને AI ટેક્નોલોજીના થયેલા એક રસપ્રદ અનુભવને સહભાગીઓ સાથે શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, “ હું અમેરિકા હતો અને મને વોશિન્ગટન ડીસી એરપોર્ટથી મેરિલેન્ડ જવાનું હતું. મેં ટેસ્લા બુક કરી અને મને ખ્યાલ આવ્યો કે તેમાં ડ્રાઇવર ગાડી ચલાવતો ન હતો. તે ઓટોપાયલટ પર હતી.
મારા મગજના એન્ટેના ઉંચા થઈ ગયા હતા. ફ્રીવે પર ઓવરટેક કરવામાં ગાડી થોડી હલબલી ગઈ હતી. મેં ડ્રાઈવરને પૂછ્યું કે તમને ખાતરી છે ને ? તો ડ્રાઇવરે કહ્યું કે હા મને ટેક્નોલોજી પર પૂરો ભરોસો છે. પછી ગાડી પહોળા રસ્તાઓમાંથી ગલીઓમાં જઇ રહી હતી અને એક જગ્યાએ રસ્તા પર એક વ્યક્તિ કૂતરા સાથે હતો અને તે નજીક આવ્યો. પ્રશ્ન એ છે કે AI શું કરશે. ગાડી ત્યાં ઉભી રહી ગઇ. પણ તે વ્યક્તિ આગળ ન વધ્યો અને અમને હાથથી ઇશારો કર્યો અને ગાડી આગળ ચાલી.
હવામાનનું લાંબાગાળાનું ફોરકાસ્ટ મળે તે જરૂરી, ઊર્જા અને બાંધકામ ક્ષેત્રને સાથે લાવવા પડશે
અદાણી ગ્રીન એનર્જીસ લિ.ના ચીફ ડિજીટલ ઓફિસર માધવી ઇસાન્કાએ જણાવ્યું હતું કે ભારતમાં હવામાનનો ડેટા ભારતમાં સરકારી એજન્સીઓ દ્વારા આપવામાં આવે છે. તેનું પ્રારંભિક મોડલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે અને તેના પર આપણે એપ્લીકેશન્સ બનાવી રહ્યા છીએ. પણ જે રીતે ગ્લોબલ ડેટા અલગ અલગ મોડલમાં ઉપલબ્ધ છે, તેમાં ભારતનું મોડલ વધારે પરિપક્વ બને તે જરૂરી છે, જેથી લાંબાગાળાનું ફોરકાસ્ટિંગ થઈ શકે. આ ડેટા આરઇ ક્ષેત્રને વધુ સક્ષમ બનાવશે. તેમણે ઊર્જા અને બાંધકામ ક્ષેત્રને સાથે જોડવાની વાત કહી હતી જેથી પ્લાન્ટના બાંધકામનો ખર્ચ ઘટાડી શકાય અને અન્ય ફાયદા મેળવી શકાય છે.