Rathyatra 2024 Live : રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી, ટેબલોએ આર્કષણ જમાવ્યું

147th Jagannath Rath Yatra in Ahmedabad: આજે (07 જુલાઈ) અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે.  • Rath yatra Live Update: 10.05 AMતલવારબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયારથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે તહેનાત છે. જગન્નાથની રથયાત્રામાં 'અખાડા અને કરતબ'એ આકર્ષણ જમાવ્યું છે. યુવાનોની તલવારાબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે.09.40 AMગુજરાતની બીજી સૌથી મોટી ભાવનગરની રથયાત્રા રવાના : અહીં ક્લિક કરોદેશની ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજ (સાતમી જુલાઈ)ના પાવન દિવસે શહેરના રાજમાર્ગો નિકળવા માટે પ્રસ્થાન થઈ છે.09.35 AMરથયાત્રા ખમાસા પહોંચી ગઈ છે. જ્યાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે.09.15 AMભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પણ વાંચો : જગન્નાથપુરીનાં મંદિરે દરરોજ ચમત્કારો સર્જાય છે! 08.59 AMરથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યુંઆજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. 08.55 AMવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાડુને આપી નૂતન વર્ષની શુભેચ્છાઆજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે 'મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો'.મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો.— Narendra Modi (@narendramodi) July 7, 2024 08.15 AMરથયાત્રા થોડીવારમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહોંચશે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ પણ વાંચો  : ગાંધીનગરમાં 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન07.50 AMભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.07.45 AMભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે. 07.32 AMભગવાન જગન્નાથ યાત્રા આ રૂટ પરથી પસાર થશે07.30 AMભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટની સમય સાથેની વિગત.07.15 AMત્રણેય રથ મંદિર બહાર નીકળ્યા, દેશ-વિદેશથી ભક્તો પહોંચ્યાદેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં શરુ થઈ ગઈ છે. ત્રણેય રથ મંદિરની બહાર નીકળ્યા છે. દેશ-વિદેશથી લગભગ 50 હજારથી વધારે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે. 07.10 AMઅમદાવાદમાં જય જગન્નાથના નાદ સાથે 147મી રથયાત્રાનું પ્રસ્થાનમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળી ગયા છે. રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે.  07.00 AMગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્ચાએ.6:50 AM ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે અમદાવાદમાં કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા અને સ્થળ વિશે જાણો 6.30 AMઅમિત શાહે મંગળા આરતી કરીકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી છે.6:20 AM રથ પર સવાર થયા જગન્નાથ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આવી જ રીતે રથયાત્રા યોજવામાં આવી રહી છે. 6:15 AM દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. 6:10 AM આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.• 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશેપોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈ

Rathyatra 2024 Live : રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી, ટેબલોએ આર્કષણ જમાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Ahmedabad Rathyatra 2024

147th Jagannath Rath Yatra in Ahmedabad: આજે (07 જુલાઈ) અમદાવાદમાં 147મી રથયાત્રાની શરૂઆત થઇ ચૂકી છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ ભવ્ય રથ પર સવાર થઇ નીકળી રહ્યા છે. આ અવસરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પણ પહોંચ્યા હતા અને પરિવાર સાથે તેમણે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની ભીડ ઉમટી પડી છે અને જય જગન્નાથનો નાદ સંભળાઈ રહ્યો છે. 

• Rath yatra Live Update: 

10.05 AM

તલવારબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા

રથયાત્રા જમાલપુર દરવાજા પહોંચી ગઈ છે. પોલીસનો કાફલો કાલુપુર સર્કલ પાસે ડોગ સ્ક્વોડ સાથે તહેનાત છે. જગન્નાથની રથયાત્રામાં 'અખાડા અને કરતબ'એ આકર્ષણ જમાવ્યું છે. યુવાનોની તલવારાબાજીથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા છે.

09.40 AM

ગુજરાતની બીજી સૌથી મોટી ભાવનગરની રથયાત્રા રવાના : અહીં ક્લિક કરો

દેશની ત્રીજા અને રાજ્યની બીજા નંબરની ભાવનગરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજ (સાતમી જુલાઈ)ના પાવન દિવસે શહેરના રાજમાર્ગો નિકળવા માટે પ્રસ્થાન થઈ છે.

09.35 AM

રથયાત્રા ખમાસા પહોંચી ગઈ છે. જ્યાં જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી તથા ટ્રસ્ટીઓનું ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સહિતના મુસ્લિમ અગ્રણીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા સ્વાગત કરાયું છે.

09.15 AM

ભગવાન જગન્નાથની રથયાત્રા હવે ધીરે ધીરે આગળ વધી રહી છે. રસ્તા પર ભારે ભીડ જોવા મળી રહી છે. રથયાત્રાની સાથે જોડાયેલા ગજરાજ ઢાળની પોળની નજીક પહોંચ્યા છે. તો બીજી તરફ ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં પણ ભક્તો રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Ahmedabad Rathyatra 2024

આ પણ વાંચો : જગન્નાથપુરીનાં મંદિરે દરરોજ ચમત્કારો સર્જાય છે! 

08.59 AM

રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

આજે રવિવારની રજા હોવાથી અમદાવાદની રથયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું છે. હાલ રસ્તાની બંને બાજુ ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રસાદી લેવા માટે પડાપડી થઈ રહી છે. 

Ahmedabad Rathyatra 2024

08.55 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છીમાડુને આપી નૂતન વર્ષની શુભેચ્છા

આજે અષાઢી બીજ એટલે કચ્છપ્રદેશનું નૂતન વર્ષ. કચ્છીમાડુ પોતાનું નવું વર્ષ બહુ ઉત્સાહપૂર્વક મનાવે છે. ત્યારે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર કચ્છી ભાષામાં પોસ્ટ કરીને કચ્છીમાડુઓને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન મોદીએ લખ્યુ છે કે 'મૂંજેં વલેં કચ્છી ભા,ભેણેંકે અષાઢી બીજ કચ્છી નયેં વરેંજે ઓચ્છવ ટાણે ધિલસેં વધાઇયું ડીયાંતો, પાંજે કચ્છજી ભોમકા અને કચ્છીએંજી સદાય ચડ઼તી થીએ, કચ્છમેં સુખ, શાંતિ ને સમૃદ્ધિ કાયમ રે અને કચ્છડ઼ેજો ડંકો દુનિયામેં વજધો રે એડ઼ી કચ્છજી કુળદેવી મા આશાપુરા વટે અરધાસ કરીયાંતો'.

08.15 AM

રથયાત્રા થોડીવારમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પહોંચશે. રથયાત્રમાં 101 ટ્રક ટેબલો આકર્ષણ જમાવ્યું છે. અલગ-અલગ થીમ પર બનેલા ટેબલો જોઈને લોકો અભિભૂત થઈ રહ્યા છે. રોડની બંને સાઈડ ભક્તો રથયાત્રાની પ્રતીક્ષા કરી રહ્યા છે. 

આ પણ વાંચો  : ગાંધીનગરમાં 40મી વખત ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન

07.50 AM

ભગવાન જગન્નાથ નંદિઘોષ, બલભદ્રજી તલધ્વજ જ્યારે બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં સવાર. બે ભાઈની વચ્ચે બહેન સુભદ્રાનો રથ. ભગવાન જગન્નાથ રાજવી વેશમાં નગરચર્ચાએ નીકળ્યા. રસ્તા પર ઢોલ નગારા, તેમજ ડી.જેના તાલ સાથે ભક્તો ઝૂમી રહ્યા છે. દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

Ahmedabad Rathyatra 2024

07.45 AM

ભગવાન જગન્નાથની રથયાત્રાની સુરક્ષામાં 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે.

07.32 AM

ભગવાન જગન્નાથ યાત્રા આ રૂટ પરથી પસાર થશે

Ahmedabad Rathyatra 2024

07.30 AM

ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાના પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટની સમય સાથેની વિગત.

Ahmedabad Rathyatra 2024

07.15 AM

ત્રણેય રથ મંદિર બહાર નીકળ્યા, દેશ-વિદેશથી ભક્તો પહોંચ્યા

દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં શરુ થઈ ગઈ છે. ત્રણેય રથ મંદિરની બહાર નીકળ્યા છે. દેશ-વિદેશથી લગભગ 50 હજારથી વધારે ભક્તોનું ઘોડાપૂર દર્શન કરવા ઉમટી પડ્યું છે. 

07.10 AM

અમદાવાદમાં જય જગન્નાથના નાદ સાથે 147મી રથયાત્રાનું પ્રસ્થાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદ વિધિ કરીને ભગવાન જગન્નાથના રથનું પ્રસ્થાન કરાવ્યુ છે. ભક્તો જે પળની રાહ જોઇ રહ્યા હતા તે પળ આખરે આવી ગઈ છે. જય જગન્નાથના નાદ સાથે રથયાત્રાનું પ્રસ્થાન થઈ ગયું છે. ભગવાન જગન્નાથ નગરચર્ચાએ નીકળી ગયા છે. રથયાત્રાના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. 

07.00 AM

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્ચાએ.

6:50 AM 

ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે અમદાવાદમાં કરાયેલી પાર્કિંગ વ્યવસ્થા અને સ્થળ વિશે જાણો 


6.30 AM

અમિત શાહે મંગળા આરતી કરી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 147મી રથયાત્રાના પાવન અવસરે જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી છે.

Ahmedabad Rathyatra 2024

6:20 AM 

રથ પર સવાર થયા જગન્નાથ 

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથ પર બિરાજમાન થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય શહેરોમાંથી પણ આવી જ રીતે રથયાત્રા યોજવામાં આવી રહી છે. 

6:15 AM 

દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજનમંડળીઓ જોડાશે. ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ રથયાત્રાની તમામ સુરક્ષા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી તેમજ 12600 પોલીસ સહિત 23600 જવાનોની નજર હેઠળ રહેશે. 

6:10 AM 

આ રથયાત્રા એ ભારતની ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. ત્યારે જગન્નાથપુરી સહિત દેશભરમાં જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળી રહ્યા છે.

• 18,700થી વધુ સુરક્ષાકર્મી ખડેપગે રહેશે

પોલીસ કમિશનરે જણાવ્યું કે, ‘આ રથયાત્રાને સફળ બનાવવા આઈ.જી. કક્ષાથી લઈને પોલીસકર્મીઓ સુધી કુલ મળીને 18,700થી વધુ સુરક્ષા કર્મી ખડે પગે ફરજ બજાવશે. રથયાત્રામાં જોડાનારા રથ, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતોની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મી જોડાવાના છે. સમગ્ર યાત્રામાં ટ્રાફિક અડચણ નિવારવા અને સુચારૂ ટ્રાફિક સંચાલન માટે ટ્રાફિક બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરના નેતૃત્વમાં 1931 જવાનો તહેનાત રહેશે. એટલું જ નહીં, 16 જેટલી ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે.’

• સમગ્ર રૂટનું લાઈવ મોનિટરિંગ કરાશે

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કોઈ અફવા કે ખોટા-ગેરમાર્ગે દોરતા સમાચારો, વિગતો ક્યાંય પ્રસિદ્ધ થાય તો તેની સામે ત્વરાએ સત્ય હકીકતથી લોકોને વાકેફ કરવા પર પોલીસ તંત્ર વિશેષ ધ્યાન આપે તેવું સૂચન કર્યું હતું. આ સંદર્ભે પોલીસ કમિશનરે રથયાત્રામાં પૂરતા મોનિટરિંગ અંગે જણાવ્યું કે, ‘47 જેટલા લોકેશન પર 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી વૉર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે. આ ઉપરાંત 16 કિલોમીટરના સમગ્ર રથયાત્રા રૂટ પર ખાનગી દુકાન ધારકોના સહકારથી 1400 જેટલા સીસીટીવી કેમેરાથી પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા બાજ નજર રખાશે.’

• મેડિકલ ઈમરજન્સી મેડિકલ ટીમ સ્ટેન્ડ બાય 

રથયાત્રા દરમિયાન કોઈ મેડિકલ ઈમરજન્સી ઊભી થાય કે કોઈ બનાવ બને તો તબીબી સેવાઓ માટે અમદાવાદ મહાપાલિકાની ત્રણ અને રાજ્ય સરકારની સિવિલ તથા સોલા સિવિલમાં મેડિકલ ટીમ સ્ટેન્ડબાય રહેશે. આ ઉપરાંત પાંચ અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તાત્કાલિક સારવાર મળી રહેશે. 108 એમ્બ્યુલન્સ સેવાની 11 તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાંચ એમ્બ્યુલન્સ પણ જરૂરિયાત મુજબ રથયાત્રામાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરાયું છે. આ રથયાત્રામાં શહેરીજનોને મદદરૂપ થવાના આશયથી યાત્રા રૂટ પર 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કરાશે. 

• રથયાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાય છે

ભગવાન જગન્નાથજીના રથને ખલાસીઓ ભાઇઓ આગળ લઇ જવાનું કામ કરે છે. રથયાત્રામાં મોટી દૂર-દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જગન્નાથજીના રથ પર હનુમાનજીનો ધ્વજ લગાવવામાં આવે છે. ભગવાન શ્રીરામની અથાગ સેવા કરનાર રામભક્ત હનુમાનજીના નામ સ્મરણ સાથે રથયાત્રામાં જોડાવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. હનુમાનજીએ ભગવાન શ્રીરામની કરેલી અનન્ય ભક્તિને યાદ કરવા માટેની પરંપરા છે અને વર્ષો સુધી જળવાઇ પણ રહી છે.

• 1869થી અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત

અમદાવાદના જગન્નાથજી મંદિરમાં જગન્નાથપુરી મંદિરની જેમ તમામ પૂજા-વિધિઓ થતી હતી. 1869થી અમદાવાદમાં રથયાત્રા નિકળવાની શરૂઆત થઈ હતી. ભરૂચમાં રહેતા ખલાસ કોમના ભાઈઓ કે જેઓ નૃસિંહદાસજીના ભક્તો હતા તેમણે મોટાપાયા પર નીકળનારી રથયાત્રાની તૈયારીના પ્રારંભને લઇને નારિયેળના ઝાડના લાકડામાંથી ત્રણ રથ તૈયાર કરી અમદાવાદ પહોંચાડી દીધા હતા. પછી અષાઢ સુદ બીજના દિવસથી શરૂ થયેલી આ પરંપરા અત્યાર સુધી અખંડ રહી છે એટલે ભગવાનના રથ ખેંચવાનું કાર્ય ખલાસ ભાઈઓ જ કરે છે.

• એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી

1947 પહેલાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા જમાલપુર નિજ મંદિરેથી નીકળીને કેલિકો મીલ થઈ ગીતા મંદિરના રસ્તાથી રાયપુર, ખાડિયા, કાલુપુર પુલ પર થઈ સરસપુર પહોંચતી અને ત્યાં દર્શનાર્થીઓ ભોજન જમીને થોડો વિરામ લેતા હતા. થોડો સમય વિરામ કર્યા બાદ માનવ મહેરાણની વચ્ચે રથયાત્રા પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, દરિયાપુર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, દિલ્હી ચકલા, ઘી કાંટા એટલે એ જમાનામાં આવેલ કૃષ્ણ સિનેમા (રિલીફ રોડ પર આવેલા આ સ્થળે અત્યારે મોબાઇલ બજાર આવેલું છે)થી આગળ થઈને રતનપોળમાં પ્રવેશ કરતી હતી. રતનપોળના નાકેથી ફુવારા, ચાંદલાઓળ, સાંકડીશેરી, રાયપુર ગેટ, રાયપુર દરવાજા, ગીતા મંદિર થઈ સાંજે નિજ મંદિરે પરત ફરતી હતી. એક જમાનામાં રથયાત્રા રતનપોળમાંથી પસાર થતી તેમ કહીએ તો કોઇપણ વ્યક્તિ આ વાત માનશે નહીં પરંતુ તે હકીકત છે.