Raksha Bandhan 2026 : શ્રાવણી પૂનમે સોનાની રાખડીનો ઉત્સવ, શામળાજીથી ડાકોર સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Aug 28, 2026 - 10:30
Raksha Bandhan 2026 : શ્રાવણી પૂનમે સોનાની રાખડીનો ઉત્સવ, શામળાજીથી ડાકોર સુધી મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ શામળાજી અને ડાકોરમાં આજે શ્રાવણી પૂનમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના તમામ મંદિરોમાં ભક્તોએ આજે ભગવાનને રાખડી બાંધી હતી. પવિત્ર તહેવારના દિવસે વહેલી સવારથી ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી. એક તરફ શામળાજીમાં ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરવામાં આવી, તો બીજી તરફ ડાકોરમાં ઠાકોર રણછોડરાયને સોનાની રક્ષા એટલે કે રાખડી બાંધવામાં આવી હતી. બંને યાત્રાધામોમાં વહેલી સવારથી જ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

કતલખાRaksha Bandhan celebrations draw huge crowds at Shamlaji and Dakor as devotees offer gold rakhi to Lord Shamlaji and Ranchhodrai. કેસના આરોપીનું જેલમાં મોત - 2026-08-28T095309.043

શામળાજીમાં ભગવાનને અનોખો શણગાર

શ્રાવણી પૂનમ નિમિત્તે ભગવાન શામળિયાને વિશેષ અને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. ખાસ વાઘા સાથે સોનાના આભૂષણો ભગવાનને પરિધાન કરાવવામાં આવ્યા હતા. ભગવાન શામળિયાને સમગ્ર જગતના ભાઈ તરીકે માનવાનો ભાવ વ્યક્ત કરતા સોનાની રાખડી અર્પણ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ પણ ભગવાનને રાખડી અર્પણ કરીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી.

Raksha Bandhan celebrations draw huge crowds at Shamlaji and Dakor as devotees offer gold rakhi to Lord Shamlaji and Ranchhodrai.

દિવસભર વિવિધ મનોરથના દર્શન

શામળાજી ખાતે દિવસ દરમિયાન ભગવાનના અલગ અલગ મનોરથના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં સવારથી જ ભક્તિમય માહોલ છવાઈ ગયો છે.

Raksha Bandhan celebrations draw huge crowds at Shamlaji and Dakor as devotees offer gold rakhi to Lord Shamlaji and Ranchhodrai.
ડાકોરમાં વહેલી સવારે 5 વાગે મંગળા આરતી

યાત્રાધામ ડાકોરમાં શ્રાવણી પૂર્ણિમાના પાવન ઉત્સવની શરૂઆત વહેલી સવારે 5 વાગે ઉત્તરાઈ મંગળા આરતી સાથે થઈ હતી. આરતીના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઠાકોર રણછોડરાયને સોનાની રાખડી બાંધવામાં આવતાં વિશેષ દર્શનનો લાભ લેવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Raksha Bandhan celebrations draw huge crowds at Shamlaji and Dakor as devotees offer gold rakhi to Lord Shamlaji and Ranchhodrai.
શામળાજીથી ડાકોર સુધી ભક્તોનું ઘોડાપૂર

શ્રાવણી પૂનમના પાવન દિવસે શામળાજી અને ડાકોર બંને યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ પોતાના આરાધ્ય દેવના દર્શન માટે પહોંચી રહ્યા છે. સોનાની રાખડી, વિશેષ શણગાર અને મનોરથના દર્શન સાથે બંને યાત્રાધામો ભક્તિ અને આસ્થાના રંગે રંગાઈ ગયા છે.  


આ પણ વાંચો   :   Sandesh Indepth : હવે ડ્રાયફૂટ અને મીઠાઇમાં ભાવ વધારો, કાજુ કતરી 800થી સીધી 1200 રુપિયા સુધી પહોંચી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0