Rajula: RFO યોગરાજસિંહ રાઠોડ 2 લાખની લાંચ લેતા ઝડપાયા
અમરેલી- શેત્રુંજી ડિવીઝનના RFO યોગરાજ સિંહ રાઠોડ 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામના વાર્ષિક કોન્ટ્રાકટર પાસેથી બિલ મામલે લાંચ માગી હતી. બાંધકામ કોન્ટ્રાકટર પાસેથી કમિશનની ટકાવારી પેટે 10 લાખની લાંચની માંગણી કરી હતી. જાગૃતિ નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવી એસીબીની ટ્રેપ કરી. ગીર સોમનાથ એસીબીની ટીમને ટ્રેપમાં સફળતા મળી આરએફઓ યોગરાજ સિંહ રાઠોડ, વિસ્મય રાજ્યગુરૂ કરાર આધારિત કર્મચારી રંગે હાથે ઝડપાયા છે. શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની મુશ્કેલી વધી શકે. એસીબી જુદી જુદી દિશામાં તપાસ કરશે. લાંચ મામલે આરએફઓ કોને કોને રૂપિયા પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ થઈ શકે છે. ફરિયાદીને ફોરેસ્ટ વિભાગ, રાજુલામાં સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થયેલ જેની ડિપોઝિટ પેટે રૂપિયા 5,00,000/- (પાંચ લાખ) જમા કરાવેલ હતા. આ કોન્ટ્રાક્ટનું કામ પૂર્ણ થઈ જતા ફરિયાદીએ આરોપી નંબર (1)ને ડિપોઝિટની રકમ છૂટી કરવા માટે જણાવેલ. જે ડિપોઝિટની રકમ છૂટી કરવા તથા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જે કામ કરેલ હતું તેના કમિશનની ટકાવારી પેટે એમ બંને કામના સાથે મળી આક્ષેપિત નંબર (1) નાએ ફરિયાદી પાસે રૂપિયા 10,00,000/- (દસ લાખ)ની લાંચની માંગણી કરેલી. આ અંગે ફરિયાદીએ અગાઉ રૂપિયા 90,000/- હજાર આક્ષેપિત નંબર (1) ને આપેલા. આમ છતાં આક્ષેપિત નંબર (1) નાએ લાંચની રકમ ની માંગણી ચાલુ રાખતા, આ કામના ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલ. ફરિયાદીની આ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચના છટકા દરમિયાન આરોપી નંબર (1)નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નંબર-(1) તથા નંબર (2) ના એ સાથે મળી પાસે લાંચના નાણા સ્વીકારી, રંગે હાથ પકડાઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ. ટ્રેપિંગ અધિકારી ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, ગીર સોમનાથ એ.સી.બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી જી.વી.પઢેરીયા, I/c Assistant Director, એ.સી.બી. જૂનાગઢ એકમ, જૂનાગઢ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી- શેત્રુંજી ડિવીઝનના RFO યોગરાજ સિંહ રાઠોડ 2 લાખની લાંચ લેતા ઝડપાયા છે. રાજુલા વાઈલ્ડ લાઈફ રેન્જમાં બાંધકામના વાર્ષિક કોન્ટ્રાકટર પાસેથી બિલ મામલે લાંચ માગી હતી. બાંધકામ કોન્ટ્રાકટર પાસેથી કમિશનની ટકાવારી પેટે 10 લાખની લાંચની માંગણી કરી હતી. જાગૃતિ નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી છટકું ગોઠવી એસીબીની ટ્રેપ કરી.
ગીર સોમનાથ એસીબીની ટીમને ટ્રેપમાં સફળતા મળી
આરએફઓ યોગરાજ સિંહ રાઠોડ, વિસ્મય રાજ્યગુરૂ કરાર આધારિત કર્મચારી રંગે હાથે ઝડપાયા છે. શેત્રુંજી ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓની મુશ્કેલી વધી શકે. એસીબી જુદી જુદી દિશામાં તપાસ કરશે. લાંચ મામલે આરએફઓ કોને કોને રૂપિયા પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ થઈ શકે છે.
ફરિયાદીને ફોરેસ્ટ વિભાગ, રાજુલામાં સિવિલ બાંધકામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ મંજૂર થયેલ જેની ડિપોઝિટ પેટે રૂપિયા 5,00,000/- (પાંચ લાખ) જમા કરાવેલ હતા. આ કોન્ટ્રાક્ટનું કામ પૂર્ણ થઈ જતા ફરિયાદીએ આરોપી નંબર (1)ને ડિપોઝિટની રકમ છૂટી કરવા માટે જણાવેલ. જે ડિપોઝિટની રકમ છૂટી કરવા તથા વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જે કામ કરેલ હતું તેના કમિશનની ટકાવારી પેટે એમ બંને કામના સાથે મળી આક્ષેપિત નંબર (1) નાએ ફરિયાદી પાસે રૂપિયા 10,00,000/- (દસ લાખ)ની લાંચની માંગણી કરેલી. આ અંગે ફરિયાદીએ અગાઉ રૂપિયા 90,000/- હજાર આક્ષેપિત નંબર (1) ને આપેલા. આમ છતાં આક્ષેપિત નંબર (1) નાએ લાંચની રકમ ની માંગણી ચાલુ રાખતા, આ કામના ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલ. ફરિયાદીની આ ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ, જે લાંચના છટકા દરમિયાન આરોપી નંબર (1)નાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, આરોપી નંબર-(1) તથા નંબર (2) ના એ સાથે મળી પાસે લાંચના નાણા સ્વીકારી, રંગે હાથ પકડાઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ.
ટ્રેપિંગ અધિકારી ડી.આર.ગઢવી, પોલીસ ઇન્સ્પેકટર, ગીર સોમનાથ એ.સી.બી. પો.સ્ટે., સુપરવિઝન અધિકારી જી.વી.પઢેરીયા, I/c Assistant Director, એ.સી.બી. જૂનાગઢ એકમ, જૂનાગઢ.