Rajkotમાં હિટ એન્ડ રન,નબીરાએ વૃદ્ધાને 2 કિમી ગાડી નીચે ઢસડતા મોત

રાજકોટમાં નબીરાએ વધુ એકનો જીવ લીધોકાલાવડ રોડ પર હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત વૃદ્ધાને 2થી 4 કિમી સુધી ગાડી નીચે ઢસેડયા ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે,આવી જ એક ઘટના રાજકોટના કાલાવડ રોડ પર બની હતી જેમાં નબીરાએ કચરો વીણતી વૃદ્ધ મહિલાને 2 તી 4 કિમી સુધી ઘસડયા હતા,જયાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.રાજકોટનો ગાડીચાલક નબીરો કોણ તે મોટો સવાલ છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી. પોલીસે હાથધરી તપાસ વૃદ્ધને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.કાલાવડ રોડ પર નબીરાએ વૃદ્ધને 4 કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડયા હતા જેને લઈ પોલીસે આસપાસના સીસીટીવી ચકાસ્યા હતા.માનસિક અસ્થિર દીકરાએ ગુમાવી તેની માતાને,પોલીસે ગુનો નોંધી કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદમાં એક મહિના પહેલા સર્જાયો હિટ એન્ડ રન નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની, 16 માસની દીકરી અને સાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સની સામે રોડની સાઈડમાં તેઓ ઊભા હતા અને તેમની દીકરીને સાઇકલ પર બેસાડતા હતા. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. 1 એપ્રિલ 2024ના રોજ રાજકોટમા બની હિટ એન્ડ રનની ઘટના રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં દેવપરા શાક માર્કેટમાં કાર ચાલકે ફુલ ઝડપે એક મહિલાને અડફેટે લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી,ઘટના બપોરના સમયે બની છે,શાકમાર્કેટના રોડ પર ભીડ હતી તેમ છત્તા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી હતી,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોચી CCTVના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી હતી. હિટ એન્ડ રનમાં પહેલા શુ ગુનો નોંધાતો હતો જો આપણે હિટ એન્ડ રનને લગતા પહેલાના નિયમોની વાત કરીએ તો તેમાં IPC કલમ 279 લાદવામાં આવી હતી, જે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ સાથે સંબંધિત છે. આ સાથે કલમ 304-A (બેદરકારીને કારણે મૃત્યુ) લાગુ કરવામાં આવી હતી અને કલમ 338 (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાહનચાલકોને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ હતી. ખાસ કિસ્સાઓમાં, IPCની કલમ 302 પણ ઉમેરવામાં આવી હતી. હિટ એન્ડ રનમાં નવા ગુનાની જોગવાઈ જાણો વર્તમાન સરકાર IPCની જગ્યાએ ભારતીય ન્યાયિક સંહિતા (BNS) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદાની કલમ 104માં હિટ એન્ડ રનનો ઉલ્લેખ છે. આ મુજબ, જો વાહનચાલકની બેદરકારીના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો, જો કોઈ ડ્રાઇવર એકસીડન્ટ કરે છે અને તે કોઈ માહિતી આપ્યા વગર જ સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે તેને 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 104 (1) અને કલમ 104 (2) માં હિટ એન્ડ રન સંબંધિત બે જોગવાઈઓ છે. પ્રથમ, જો કોઈ એકસીડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય અને તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો તો ડ્રાઈવર માટે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પરંતુ જો તમારું એકસીડન્ટ થાય અને તમે કોઈને જાણ કર્યા વિના તમારા વાહન સાથે ભાગી જાઓ તો તમારા પર કલમ ​​104(2) લાગુ કરવામાં આવશે, જેમાં 10 વર્ષની જેલની જોગવાઈ છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.

Rajkotમાં હિટ એન્ડ રન,નબીરાએ વૃદ્ધાને 2 કિમી ગાડી નીચે ઢસડતા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટમાં નબીરાએ વધુ એકનો જીવ લીધો
  • કાલાવડ રોડ પર હિટ એન્ડ રનમાં વૃદ્ધાનું મોત
  • વૃદ્ધાને 2થી 4 કિમી સુધી ગાડી નીચે ઢસેડયા
ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના વણથંભી છે,આવી જ એક ઘટના રાજકોટના કાલાવડ રોડ પર બની હતી જેમાં નબીરાએ કચરો વીણતી વૃદ્ધ મહિલાને 2 તી 4 કિમી સુધી ઘસડયા હતા,જયાં તેમનું ઘટના સ્થળે મોત નિપજયું હતુ.અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.રાજકોટનો ગાડીચાલક નબીરો કોણ તે મોટો સવાલ છે.પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી.

પોલીસે હાથધરી તપાસ
વૃદ્ધને હડફેટે લઈને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.કાલાવડ રોડ પર નબીરાએ વૃદ્ધને 4 કિલોમીટર સુધી ગાડી નીચે ઢસડયા હતા જેને લઈ પોલીસે આસપાસના સીસીટીવી ચકાસ્યા હતા.માનસિક અસ્થિર દીકરાએ ગુમાવી તેની માતાને,પોલીસે ગુનો નોંધી કાર ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદમાં એક મહિના પહેલા સર્જાયો હિટ એન્ડ રન
નિકોલમાં રહેતા અંકિત વિરાણી 31 મેના રોજ રાતના સમયે જમ્યા બાદ તેમની પત્ની, 16 માસની દીકરી અને સાળા અર્જુન સાથે ગુરુકુળ સર્કલ તરફ આંટો મારવા નીકળ્યા હતા. આ દરમિયાન રાતના 10 વાગ્યાની આસપાસ તેમના ઘરની નજીક બ્લુબેરી કોમ્પ્લેક્સની સામે રોડની સાઈડમાં તેઓ ઊભા હતા અને તેમની દીકરીને સાઇકલ પર બેસાડતા હતા. આ દરમિયાન એક કારચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.

1 એપ્રિલ 2024ના રોજ રાજકોટમા બની હિટ એન્ડ રનની ઘટના
રાજકોટમાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે,જેમાં દેવપરા શાક માર્કેટમાં કાર ચાલકે ફુલ ઝડપે એક મહિલાને અડફેટે લેતા તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાઈ હતી,ઘટના બપોરના સમયે બની છે,શાકમાર્કેટના રોડ પર ભીડ હતી તેમ છત્તા કાર ચાલકે વધુ ઝડપે કાર હંકારી હતી,તો પોલીસે પણ ઘટના સ્થળે પહોચી CCTVના આધારે કાર ચાલકની શોધખોળ હાથધરી હતી.

હિટ એન્ડ રનમાં પહેલા શુ ગુનો નોંધાતો હતો
જો આપણે હિટ એન્ડ રનને લગતા પહેલાના નિયમોની વાત કરીએ તો તેમાં IPC કલમ 279 લાદવામાં આવી હતી, જે બેદરકારીપૂર્વક ડ્રાઈવિંગ સાથે સંબંધિત છે. આ સાથે કલમ 304-A (બેદરકારીને કારણે મૃત્યુ) લાગુ કરવામાં આવી હતી અને કલમ 338 (જીવનને જોખમમાં મૂકવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. વાહનચાલકોને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ હતી. ખાસ કિસ્સાઓમાં, IPCની કલમ 302 પણ ઉમેરવામાં આવી હતી.

હિટ એન્ડ રનમાં નવા ગુનાની જોગવાઈ જાણો
વર્તમાન સરકાર IPCની જગ્યાએ ભારતીય ન્યાયિક સંહિતા (BNS) લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ નવા કાયદાની કલમ 104માં હિટ એન્ડ રનનો ઉલ્લેખ છે. આ મુજબ, જો વાહનચાલકની બેદરકારીના કારણે કોઈ નાગરિકનું મૃત્યુ થશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જો તમે સરળ શબ્દોમાં સમજીએ તો, જો કોઈ ડ્રાઇવર એકસીડન્ટ કરે છે અને તે કોઈ માહિતી આપ્યા વગર જ સ્થળ પરથી ભાગી જાય છે, તો તેને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સાથે તેને 7 લાખ રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડી શકે છે.ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 104 (1) અને કલમ 104 (2) માં હિટ એન્ડ રન સંબંધિત બે જોગવાઈઓ છે. પ્રથમ, જો કોઈ એકસીડન્ટ થાય અને કોઈનું મૃત્યુ થાય અને તમે નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરો તો ડ્રાઈવર માટે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. પરંતુ જો તમારું એકસીડન્ટ થાય અને તમે કોઈને જાણ કર્યા વિના તમારા વાહન સાથે ભાગી જાઓ તો તમારા પર કલમ ​​104(2) લાગુ કરવામાં આવશે, જેમાં 10 વર્ષની જેલની જોગવાઈ છે. આ ઉપરાંત 7 લાખ રૂપિયાનો દંડ પણ ભરવો પડશે.