Rajkotમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: જામટીંબડી ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતાં 2 વર્ષની બાળકીનું કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામકંડોરણા વચ્ચે આવેલા જામટીંબડી ગામેથી માતા-પિતાની આંખ ઉઘાડતો અને અત્યંત આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જામટીંબડી ગામની સીમમાં આવેલી એક વાડી વિસ્તારમાં આ કરુણાંતિકા સર્જાઈ છે. અહીં ખેત-મજૂરી કરતા એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની માત્ર 2 વર્ષની માસૂમ દીકરી રમતાં-રમતાં અચાનક પાણીની ખુલ્લી ટાંકીમાં પડી ગઈ હતી. પરિવારના સભ્યો કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી ગંભીર અકસ્માતનો ભોગ બની હતી, જેના કારણે ટાંકીના પાણીમાં શ્વાસ રુંધાવાને લીધે માસૂમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
રમતાં-રમતાં પાણીની ખુલ્લી ટાંકીમાં બાળકી ખાબકી
મળતી માહિતી મુજબ, જામટીંબડી ગામની વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીય શ્રમિક વિજયભાઈ ચૌહાણની ૨ વર્ષની દીકરી ‘દિવ્યા’ ઘરે આસપાસ રમી રહી હતી. તે દરમિયાન તેનું ધ્યાન ન રહેતાં તે પાણી ભરેલી ટાંકી પાસે પહોંચી ગઈ હતી અને અંદર ખાબકી હતી. થોડીવાર સુધી દીકરી ન દેખાતાં પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જેમાં દિવ્યા ટાંકીના પાણીમાંથી મળી આવી હતી. બાળકીના મોતના સમાચાર મળતાં જ સમગ્ર શ્રમિક પરિવારમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે અને માતા-પિતાના આક્રંદથી વાડી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
મૃતદેહ ધોરાજી હોસ્પિટલ ખસેડાયો
આ ઘટના અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને માસૂમ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પોલીસે વાડીના માલિક તેમજ બાળકીના પિતા વિજયભાઈ ચૌહાણની પ્રાથમિક પૂછપરછ કરીને જરૂરી વિગતો નોંધી છે. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

