Rajkotમાં મહિલાનો ‘U-Turn’ ભારે પડ્યો! એક્ટિવા સીધી દુકાનમાં ઘૂસી, CCTV સામે આવ્યું

Aug 22, 2026 - 22:00
Rajkotમાં મહિલાનો ‘U-Turn’ ભારે પડ્યો! એક્ટિવા સીધી દુકાનમાં ઘૂસી, CCTV સામે આવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેરમાં વાહન શીખવા દરમિયાન બનતી ઘટનાઓ અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. તાજેતરમાં શહેરના ગોવિંદબાગ શાકમાર્કેટ પાસે એક મહિલા એક્ટિવા ચલાવવાનું શીખી રહી હતી ત્યારે અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લોકમુખે બોલાતી રમૂજી કહેવત 'મહિલા એક્ટિવા શીખતી હોય ત્યારે આસપાસ ન રહેવાય' અહીં અક્ષરશઃ સાચી ઠરી હોય તેમ મહિલાએ યુ-ટર્ન મારતી વખતે એક્ટિવા પરથી કાબુ ગુમાવી દીધો હતો.

એક્ટિવા સીધું દુકાનના શટરમાં ઘુસાડી દેતાં મહિલા ઊંધે માથે પછડાયા

મહિલા વાહનચાલકે રોડ પર માંડ માંડ યુ-ટર્ન તો લીધો, પરંતુ લીવર પરથી કાબુ છૂટી જતાં એક્ટિવા સીધું રોડ કિનારે આવેલી એક દુકાન તરફ ધસી ગયું હતું. પૂરપાટ ઝડપે ધસી ગયેલું એક્ટિવા દુકાનના બંધ શટર સાથે જોરદાર ધડાકા સાથે ભટકાયું હતું. અકસ્માત એટલો ઝડપી હતો કે શટર સાથે ભટકાતાં જ મહિલા એક્ટિવા પરથી ઊંધે માથે જમીન પર પછડાયા હતા. આ આખી ઘટના દુકાન નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.


સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયો જોઈને લોકો જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સદનસીબે આ જોખમી ઘટનામાં મહિલાનો આબાદ બચાવ થયો હતો અને કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જાહેર રસ્તાઓ કે શાકમાર્કેટ જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં યોગ્ય તાલીમ કે સુરક્ષા વગર વાહન ચલાવતા શીખવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો : Ahmedabad પોલીસની લાલ આંખ, 11 દિવસમાં 41 માથાભારે ગુનેગારો પર પાસા અને 15 સામે તડીપારની કાર્યવાહી


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0