Rajkotમાં નબીરાએ સર્જયો અકસ્માત, બેફામ કારની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં રફતારના રાક્ષસનો કહેર યથાવત રહ્યો છે, ફરી નબીરાએ અકસ્માત સર્જયો છે અને જેમાં વૃદ્ધનું ઘટના સ્થળે મોત થયું છે, બેફામ કારની અડફેટે વૃદ્ધનું ઘટનાસ્થળે મોત થયું છે, કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે અને પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથધરી છે. કારચાલકે લીમડા ચોક પાસે સર્જ્યો અકસ્માત.
અકસ્માત બાદ કારચાલક ઘટનાસ્થળેથી ફરાર
રાજકોટમાં ફરી અકસ્માતની ઘટના બની છે જેમાં રાજકોટના લીમડા ચોક પાસે અકસ્માત સર્જાયો છે, કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે,વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યાં હતા તે દરમિયાન કાર ચાલકે ફુલ સ્પીડમાં કાર હંકારીને વૃદ્ધને અડફેટે લીધા જેમાં વૃદ્ધને સારવાર મળે તે પહેલા તેમનું મોત થયું છે, પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે, અકસ્માત સર્જતા લોકોના ટોળા ઉમટયા હતા અને કાર ચાલક ઝડપાયે તે પહેલા તે કાર મૂકીને ભાગી ગયો હતો.
મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો
ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો, તો પરિવારના સભ્યોને પોલીસે જાણ કરી હતી, મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતકનું નામ મીઠાભાઈ ધંધુકીયા છે. પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે અને તપાસ શરૂ કરી છે.
હિટ એન્ડ રન કાયદો શું છે
હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.
What's Your Reaction?






