Rajkotમાં ડમ્પરચાલકો બન્યા બેફામ, ચોટીલા દર્શન કરવા જતા પરીવાર સાથે બની દુર્ઘટના, અકસ્માતમાં 1 મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે. માર્ગો પર બેફામ અને પૂરઝડપે દોડતા ભારે વાહનો લોકો માટે જીવલેણ બનવા લાગ્યા છે. શહેરમાં ફરી એક વખત ભારે વાહનનો કહેર સામે આવ્યો છે. શહેરમાં ફરી એક વખત શહેરમાં ડમ્પચાલકે વધુ એક નિર્દોષનો ભોગ લીધો. રાજકોટ - અમદાવાદ હાઈવે પર બેફામ ડમ્પરચાલકે કારને ટક્કર મારતા 42 વર્ષીય શીતલ બેન ભોજક નામની મહિલાનું મોત થયું.
ડમ્પરચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત
અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ - અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા ડમ્પરની કાર સાથે ટકકર થઈ. ડમ્પરચાલકની બેદરાકારીના આ ગંભીર અકસ્માત બન્યો. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મોત નિપજયું જ્યારે પરિવારના અન્ય સભ્યોને નાનીમોટી ઇજા પહોંચી. કારમાં સવાર પરિવાર ચોટીલા દર્શન કરવા જતા હતો અને અકસ્માતની કરુણ ઘટના બનવા પામી.
મહિલાનું ઘટનાસ્થળે મોત
ડમ્પર ચાલકે કારને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજયું. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. અકસ્માતને પગલે સ્થાનિકોની ભીડ ભેગી થઈ ગઈ. લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા ઘટનાસ્થળ પર પોલીસ પહોંચી ગઈ. પોલીસે અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા. અને અકસ્માતનો ગુનો નોંધી ફરાર ડમ્પર ચાલકને શોધવા કવાયત હાથ ધરી.
અકસ્માતનો સિલસિલો યથાવત
શહેરમાં અનેક વખત ભારે વાહનો દ્વારા અકસ્માતની ઘટનાઓ બનતી હોવાનું સામે આવ્યું છે. 6 દિવસ પહેલા હનુમાન ગઢી ચોક વિસ્તારમાં ડમ્પરની અડફેટે એક વિદ્યાર્થીનીનું મોત નીપજ્યુ છે. અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. અકસ્મતામાં બનાવો બનતા રહે છે અને નિર્દોષ લોકો ઘટનાનો ભોગ બને છે. લોકો દ્વારા અકસ્માતને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં હાઈવે પર ભારે વાહનો ચલાવનાર ચાલકોને લઈને નકકર કામગીરી કરાઈ નથી.
What's Your Reaction?






