Rajkotમાં જોખમી સ્ટંટ કરનારા છેલબટાઉ યુવાનો સામે પોલીસની લાલ આંખ

Jan 20, 2025 - 12:00
Rajkotમાં જોખમી સ્ટંટ કરનારા છેલબટાઉ યુવાનો સામે પોલીસની લાલ આંખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં યુવકોને રિલ્સ બનાવવાની ઘેલછા ભારે પડી. યુવકોએ બાઈકનો સ્ટંટ કરી રિલ્સ બનાવી વીડિયો શેર કર્યો. પોલીસે પોતાના અને અન્યોના જીવ જોખમમાં મૂકનાર છેલબટાઉ યુવાનો સામે કાર્યવાહી કરી. રિલ્સના ચક્કરમાં યુવકો પોલીસના સંકજામાં ઘેરાયા.

બાઈક પર જોખમી સ્ટંટ

શહેરમાં ધાર્મિક રેલીમાં ત્રણ યુવાનો બાઈક પર જોખમી સ્ટંટ કરી રહ્યા છે. યુવાનોના જોખમી સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે બે યુવાનો બાઈક પર સવારી કરતાં ચાલુ બાઈકે સ્ટંટ કરે છે. સ્ટંટ કરનારા યુવાનોની આગળ અને પાછળ પણ બાઈક સવારો છે. ધાર્મિક રેલીમાં બાઈક સવારની રેલી દરમ્યાન બે યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા. ધાર્મિક રેલીમાં સ્ટંટ કરી રિલ્સ બનાવનાર ત્રણ સગીરનો વીડિયો સામે આવતા પોલીસે લાલ આંખ કરી. રીલ્સના ચક્કરમાં પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકનાર યુવાઓ પોલીસના સકંજામાં આવ્યા.ભક્તિનગર પોલીસે ત્રણ સગીર સહિત કુલ 5 યુવકોની અટકાયત કરતા નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી.

પોલીસની લાલ આંખ

આજે લોકો સોશિયલ મીડિયામાં વધુ સક્રિય છે. ખાસ કરીને યુવાનોમાં રિલ્સનો ભારે ક્રેઝ જોવા મળ્યો. યુવાનો ડાન્સ અથવા તો કોઈ એક્ટિવિટીનો વીડિયો બનાવી વધુ વ્યુ મેળવવા સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે. પરંતુ કેટલાક છેલબટાઉ યુવાનો જોખમી સ્ટંટ કરી વીડિયો બનાવતા હોય છે. કેટલીક વખત આ સ્ટંટ અન્યો માટે મુસીબતનું કારણ બનતા હોય છે. સોશિયલ મીડિયામાં શેર કરાતા જોખમી સ્ટંટના વીડિયોથી કેટલાક લોકો તેનું અનુકરણ કરવા જતા પોતાનો જીવ ગુમાવતા હોવાના કિસ્સા અનેક વખત સામે આવ્યા છે. આથી જ, તંત્ર દ્વારા આવા જોખમી સ્ટંટના રિલ્સ બનાવવાળાના કાન મરડવામાં આવે છે.પોલીસ જોખમી રિલ્સ બનાવનાર સગીર હોય કે યુવાન તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0