જો તમે મીઠાઈ ખાવાના શોખીન હોય તો ચેતી જજો!!!! રાજકોટમાં વેચાય છે ઇયળ અને જીવાત વાળી મીઠાઈ, વધુ રૂપિયા કમાવવાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ જોવા મળ્યા છે, તહેવાર સમયે રંગીલા રાજકોટના લોકો સૌથી વધુ મીઠાઈ આરોગતા હોય છે અને શહેરના પુષ્કર ધામ ચોક નજીક આવેલ જશોદા ડેરીમાં જીવાત વાળી મીઠાઈઓ વેચાતી હોવાની વાત સામે આવી છે, સોશિયલ મીડિયામાં જીવાતવાળી મીઠાઈનો વીડિયો વાયરલ થયો છે, શું આરોગ્ય વિભાગનું ચેકીંગ માત્ર દેખાડા પૂરતું જ હોય છે???
મીઠાઈમાં ઈયળ નીકળી હોવાનો ગ્રાહકનો આક્ષેપ
એક ગ્રાહકે ડેરીમાંથી ખરીદેલી મીઠાઈમાં જીવાત છે. એક ગ્રાહક દુકાનદારને મીઠાઈના ટુકડા તોડીને બતાવે છે, જેમાં જીવાત સ્પષ્ટ દેખાય છે. આ બનાવને પગલે ગ્રાહક તેમજ દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થાય છે. ગુસ્સે ભરાયેલા ગ્રાહકે દુકાનદાર પાસે તમામ જીવાતવાળી મીઠાઈનો ઢગલો કરાવીને તેને બહાર ફેંકી દેવાની ફરજ પાડી હતી. ગ્રાહક દ્વારા પોતાની નાની દીકરીએ પણ આ મીઠાઈ ખાધી હોવાનું જણાવીને દુકાનદારની ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે દુકાનદાર પોતે મીઠાઈમાંથી જીવાત નીકળી હોવાનો સ્વીકાર કરી અને ગ્રાહક સામે આજીજી કરે છે.