Rajkotની ત્રણેય ઝોન કચેરીમાં 2002 પછીની જન્મ મરણ નોંધણીની કામગીરી થઈ શરૂ

અત્યાર સુધી માત્ર મધ્ય ઝોનમાં થતી હતી કામગીરી ડિજિટલ ભારતના ભાગરૂપે હવેથી ત્રણેય ઝોન વાઈઝ થઇ શકશે નોંધણી પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન કચેરીમાં પણ જન્મ મરણ નોંધણી સંબંધી કામગીરી થશે મહાનગરપાલિકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓમાં જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે તેવા હેતુથી હવે ત્રણેય ઝોનમાં કામગીરી થશ. રાજકોટની જનતાને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફિસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની મધ્ય ઝોન (Central Zone Office) ખાતે થતી કામગીરીને ડિજિટલ ભારતના ભાગરૂપે હવેથી પશ્ચિમ ઝોન કચેરી (West Zone Office) તેમજ પૂર્વ ઝોન કચેરી (East Zone Office) ખાતે પણ થઇ શકશે. જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2002 બાદના જન્મ મરણ નોંધણીના તમામ રેકર્ડ ડિજિટલી સ્ટોર કરવામાં આવેલ છે. આ તમામ રેકર્ડમાં નીચે મુજબની સેવાઓ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. વર્ષ 2002 બાદ અને વર્ષ 2020 સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા બોનાફાઇડ સર્ટી મુજબ બાળકનું નામ દાખલ કરી શકાશે. તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂરીયાત રહેશે તો તેની માહિતી આપવામાં આવશે. જન્મ કે મરણ નોંધણીમાં સુધારા કરવામાં આવશે વર્ષ 2002 બાદ અને વર્ષ 2020 સુધીના તમામ રેકર્ડમાં કોઇપણ જન્મ કે મરણની નોંધમાં કોઇ ચૂક થયેલી હશે તો તેવા કિસ્સામાં અરજદારો દ્વારા સંબંધિત પુરાવાઓ અથવા દસ્તાવેજો રજૂ કરી સુધારો કરી શકાશે. આ તમામ સુધારા જન્મ મરણ નોંધણી અધિનિયમ (એમેન્ડમેન્ટ એક્ટ) 2023ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે. ઘરે બનતા જન્મના બનાવની નોંધણી કરવામાં આવશે જે બાળકનો જન્મ ઘરે થયેલ હોય તેવા કિસ્સમાં બાળકના વાલી દ્વારા તેની નોંધણી કરાવવાની રહે છે. ઘરે જન્મેલા બાળકના માતાનું મમતા કાર્ડ, બાળકના માતા તેમજ પિતાના ઓળખ કાર્ડની નકલ જેમાં જે જગ્યાએ પ્રસુતી થયેલ હોય તે સ્થળનું સરનામું હોવુ જોઇએ. અન્યથા પ્રસુતી થયેલ હોય તે સ્થળનું લાઇટ બીલ, વેરા બીલ રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો જરૂર જણાશે તો શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ઘરે બનતા મરણના બનાવની નોંધણી કરવામાં આવશે જે કોઇ વ્યક્તિનુ મૃત્યુ ઘરે થયેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ અંગેના સર્ટીફીકેટ થકી નજીકના ફાયર સ્ટેશન પર મરણની નોંધણી કરાવવાની રહે છે. તેમ છતાં આ ફાયર સ્ટેશન ઉપર નોંધણી કરાવવામાં ન આવી હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ સંબંધી સર્ટીફીકેટ અને મૃતકનું ઓળખ કાર્ડ સાથે શાખામાં નોંધણી કરાવવાની રહે છે. આ ઉપરાંત અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો જરૂર જણાશે તો શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ત્રણેય ઝોન કચેરીમાં જન્મ-મરણની નોંધણી બાબતે જન્મ મરણ સુપ્રીટેન્ડન્ટ અથવા જન્મ મરણ સબરજિસ્ટ્રારનો સંપર્ક કરી વિશેષ માહિતી માર્ગદર્શન મેળવી શકાશે.

Rajkotની ત્રણેય ઝોન કચેરીમાં 2002 પછીની જન્મ મરણ નોંધણીની કામગીરી થઈ શરૂ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અત્યાર સુધી માત્ર મધ્ય ઝોનમાં થતી હતી કામગીરી
  • ડિજિટલ ભારતના ભાગરૂપે હવેથી ત્રણેય ઝોન વાઈઝ થઇ શકશે નોંધણી
  • પશ્ચિમ ઝોન અને પૂર્વ ઝોન કચેરીમાં પણ જન્મ મરણ નોંધણી સંબંધી કામગીરી થશે

મહાનગરપાલિકાના વિસ્તાર હેઠળ આવતી ઝોન કચેરીઓમાં જન્મ અને મરણ નોંધણીની થતી કામગીરીમાં જાહેર જનતાને બહોળો લાભ મળે તેવા હેતુથી હવે ત્રણેય ઝોનમાં કામગીરી થશ. રાજકોટની જનતાને તેઓના વિસ્તારની નજીકની ઝોન ઓફિસ ખાતેથી જન્મ અને મરણ નોંધણી સંબંધી કામગીરીનો લાભ મળી રહે તે હેતુથી રાજકોટ મહાનગરપાલિકાની મધ્ય ઝોન (Central Zone Office) ખાતે થતી કામગીરીને ડિજિટલ ભારતના ભાગરૂપે હવેથી પશ્ચિમ ઝોન કચેરી (West Zone Office) તેમજ પૂર્વ ઝોન કચેરી (East Zone Office) ખાતે પણ થઇ શકશે.

જન્મ નોંધમાં બાળકના નામ દાખલ કરવાની કામગીરી કરવામાં આવશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2002 બાદના જન્મ મરણ નોંધણીના તમામ રેકર્ડ ડિજિટલી સ્ટોર કરવામાં આવેલ છે. આ તમામ રેકર્ડમાં નીચે મુજબની સેવાઓ અરજદારોને નજીકની ઝોન કચેરી ખાતેથી મળી રહેશે. વર્ષ 2002 બાદ અને વર્ષ 2020 સુધીના તમામ જન્મ રેકર્ડમાં બાળકનું નામ દાખલ કરવાનું રહી જવા પામેલ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્ર અથવા બોનાફાઇડ સર્ટી મુજબ બાળકનું નામ દાખલ કરી શકાશે. તેમજ વિશેષ કોઇ દસ્તાવેજની જરૂરીયાત રહેશે તો તેની માહિતી આપવામાં આવશે.

જન્મ કે મરણ નોંધણીમાં સુધારા કરવામાં આવશે

વર્ષ 2002 બાદ અને વર્ષ 2020 સુધીના તમામ રેકર્ડમાં કોઇપણ જન્મ કે મરણની નોંધમાં કોઇ ચૂક થયેલી હશે તો તેવા કિસ્સામાં અરજદારો દ્વારા સંબંધિત પુરાવાઓ અથવા દસ્તાવેજો રજૂ કરી સુધારો કરી શકાશે. આ તમામ સુધારા જન્મ મરણ નોંધણી અધિનિયમ (એમેન્ડમેન્ટ એક્ટ) 2023ની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે.

ઘરે બનતા જન્મના બનાવની નોંધણી કરવામાં આવશે

જે બાળકનો જન્મ ઘરે થયેલ હોય તેવા કિસ્સમાં બાળકના વાલી દ્વારા તેની નોંધણી કરાવવાની રહે છે. ઘરે જન્મેલા બાળકના માતાનું મમતા કાર્ડ, બાળકના માતા તેમજ પિતાના ઓળખ કાર્ડની નકલ જેમાં જે જગ્યાએ પ્રસુતી થયેલ હોય તે સ્થળનું સરનામું હોવુ જોઇએ. અન્યથા પ્રસુતી થયેલ હોય તે સ્થળનું લાઇટ બીલ, વેરા બીલ રજુ કરવાનું રહેશે. આ ઉપરાંત અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો જરૂર જણાશે તો શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ઘરે બનતા મરણના બનાવની નોંધણી કરવામાં આવશે

જે કોઇ વ્યક્તિનુ મૃત્યુ ઘરે થયેલ હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ અંગેના સર્ટીફીકેટ થકી નજીકના ફાયર સ્ટેશન પર મરણની નોંધણી કરાવવાની રહે છે. તેમ છતાં આ ફાયર સ્ટેશન ઉપર નોંધણી કરાવવામાં ન આવી હોય તેવા કિસ્સામાં ડોક્ટરના મરણ સંબંધી સર્ટીફીકેટ અને મૃતકનું ઓળખ કાર્ડ સાથે શાખામાં નોંધણી કરાવવાની રહે છે. આ ઉપરાંત અન્ય કોઈ જરૂરી દસ્તાવેજો જરૂર જણાશે તો શાખા દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આ ત્રણેય ઝોન કચેરીમાં જન્મ-મરણની નોંધણી બાબતે જન્મ મરણ સુપ્રીટેન્ડન્ટ અથવા જન્મ મરણ સબરજિસ્ટ્રારનો સંપર્ક કરી વિશેષ માહિતી માર્ગદર્શન મેળવી શકાશે.