Rajkotની ઓલમ્પસ હોસ્પિટલ PMJAYમાંથી સસ્પેન્ડ, કલેઈમની રકમમાં કરતા હતા ચેડાં
રાજકોટની વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે,ઓલમ્પસ હોસ્પિટલમાં કલેઇમની રકમમાં ચેડા થતા હોવાની વાત આરોગ્ય વિભાગને ધ્યાને આવી હતી જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.ખ્યાતિકાંડ બાદ અલગ-અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો આરોગ્ય વિભાગે રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં ચેકિંગ પણ કર્યુ હતુ.રાજકોટના વિધાનગર રોડ પર આવેલી છે હોસ્પિટલ. PMJAYને લઈ સરકારે જાહેર કરી છે નવીન માર્ગદર્શિકા ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આકસ્મિક રીતે આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઇપણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મા” યોજના અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકી હતી. ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા, ગુજરાત સરકાર દ્વારા “PMJAY” યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરવામાં આવી છે. દર્દીઓના જીવ સાથે ચેડા નહી કરી શકાય PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસિઝર કાર્ડિયાલોજી, નિઓનેટલ અને ઓન્કોલોજી(કેન્સર) માટે નવીન માર્ગદર્શિકા (SOP)જાહેર કરી હતી.આ નવી માર્ગદર્શિકા જાહેર કરતા તેમણે કહ્યું હતુ કે, ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખીને નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. માનવતાને નેવે મૂકીને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા લોકોની આ પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે જે માટે સરકાર હંમેશાથી પ્રતિબધ્ધ છે. PMJAY યોજનાને લઈ નવી SOP એન્જીઓગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવી પડશે એન્જીયોપ્લાસ્ટી સીડી પ્રિઓથ સમયે અપલોડ કરવાની રહેશે ઈમરજન્સી કેસમાં સીડી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે ડે - કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીમાં સારવાર મળશે ENT, સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં સહાય હૃદય, કિડની અને મગજના રોગમાં સારવાર મળશે ગંભીર ઈજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય હૃદય, કિડની, લિવરના ટ્રાન્સપ્લાન્ટમાં પણ સહાય નિદાન માટે લેબોરેટરી, સર્જરી અને ત્યારબાદની સેવા પણ મળશે લાભાર્થીને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે ચિરંજીવી અને બાળસખા યોજનાનો PMJAYમાં સમાવેશ કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારો કરાયો ફૂલટાઇમ સર્જન સાથે કામ કરતી હોસ્પિટલને જ માન્યતા મળશે હોસ્પિટલમાં ફૂલ ટાઇમ કાર્ડિયેક એનેસ્થેટિસ્ટ ફરજિયાત હોસ્પિટલે ફૂલટાઇમ ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પડશે ઇમરજન્સીમાં જ કોર્ડિયોલોજી સેન્ટર પર એન્જીયોપ્લાસ્ટી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટની વધુ એક હોસ્પિટલને PMJAYમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે,ઓલમ્પસ હોસ્પિટલમાં કલેઇમની રકમમાં ચેડા થતા હોવાની વાત આરોગ્ય વિભાગને ધ્યાને આવી હતી જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.ખ્યાતિકાંડ બાદ અલગ-અલગ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો આરોગ્ય વિભાગે રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં ચેકિંગ પણ કર્યુ હતુ.રાજકોટના વિધાનગર રોડ પર આવેલી છે હોસ્પિટલ.
PMJAYને લઈ સરકારે જાહેર કરી છે નવીન માર્ગદર્શિકા
ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પર આકસ્મિક રીતે આવી પડેલી આકસ્મિક બીમારીના સારવાર ખર્ચના કારણે કોઇપણ પરિવાર દેવાદાર ન બને તે માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “મા” યોજના અમલમાં મૂકી હતી. દેશના વડાપ્રધાન તરીકે દાયિત્વ સંભાળ્યા બાદ સમગ્ર દેશમાં તેમણે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અમલમાં મૂકી હતી. ગુજરાતમાં PMJAY અંતર્ગત એમ્પેનલ્ડ કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતા, ગુજરાત સરકાર દ્વારા “PMJAY” યોજના અંતર્ગત નવીન માર્ગદર્શિકા (SOP) જાહેર કરવામાં આવી છે.
દર્દીઓના જીવ સાથે ચેડા નહી કરી શકાય
PMJAY-મા યોજના હેઠળ એમ્પેન્લ્ડ હોસ્પિટલ માટે મુખ્ય ત્રણ પ્રોસિઝર કાર્ડિયાલોજી, નિઓનેટલ અને ઓન્કોલોજી(કેન્સર) માટે નવીન માર્ગદર્શિકા (SOP)જાહેર કરી હતી.આ નવી માર્ગદર્શિકા જાહેર કરતા તેમણે કહ્યું હતુ કે, ગેરરીતિ કે ગુનાહિત પ્રવૃતિને કોઇપણ અવકાશ ન રહી જાય તે તમામ બાબતોનું ધ્યાન રાખીને નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે. માનવતાને નેવે મૂકીને દર્દીઓના જીવ સાથે ચેડા કરતા લોકોની આ પ્રવૃતિને કોઇપણ ભોગે સાંખી નહીં લેવાનો રાજ્ય સરકારનો નિર્ધાર છે જે માટે સરકાર હંમેશાથી પ્રતિબધ્ધ છે.
PMJAY યોજનાને લઈ નવી SOP
એન્જીઓગ્રાફી, એન્જીયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવી પડશે
એન્જીયોપ્લાસ્ટી સીડી પ્રિઓથ સમયે અપલોડ કરવાની રહેશે
ઈમરજન્સી કેસમાં સીડી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે
ડે - કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીમાં સારવાર મળશે
ENT, સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં સહાય
હૃદય, કિડની અને મગજના રોગમાં સારવાર મળશે
ગંભીર ઈજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર
કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય
હૃદય, કિડની, લિવરના ટ્રાન્સપ્લાન્ટમાં પણ સહાય
નિદાન માટે લેબોરેટરી, સર્જરી અને ત્યારબાદની સેવા પણ મળશે
લાભાર્થીને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે
ચિરંજીવી અને બાળસખા યોજનાનો PMJAYમાં સમાવેશ
કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારો કરાયો
ફૂલટાઇમ સર્જન સાથે કામ કરતી હોસ્પિટલને જ માન્યતા મળશે
હોસ્પિટલમાં ફૂલ ટાઇમ કાર્ડિયેક એનેસ્થેટિસ્ટ ફરજિયાત
હોસ્પિટલે ફૂલટાઇમ ફિઝિયોથેરાપિસ્ટ રાખવા પડશે
ઇમરજન્સીમાં જ કોર્ડિયોલોજી સેન્ટર પર એન્જીયોપ્લાસ્ટી