Rajkotના હાથીખાનામાં અત્યારસુધી કોલેરાના 10 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ
રાજકોટના હાથીખાનામાં કોલેરાનો કેસ નોંધાયો છે.રાજકોટમાં અત્યાર સુધી કોલેરાના 10 કેસ નોંધાયા છે.ઘરે ઘરે સર્વે કરી પાણીના નમૂના લેવામાં આવ્યા છે.લોહનગર બાદ ત્રીજા વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાયો છે.કોલેરાનો કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.રાજકોટના હાથીખાનામાં અત્યારસુધી સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે. જાણો કોલેરા એટલે શું ? કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ પ્રવાહી ઘટી જાય છે. ઉકાળેલુ પાણી પીવુ જોઈએ વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. મચ્છરનું ઉત્પાદન વધ્યું વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના હાથીખાનામાં કોલેરાનો કેસ નોંધાયો છે.રાજકોટમાં અત્યાર સુધી કોલેરાના 10 કેસ નોંધાયા છે.ઘરે ઘરે સર્વે કરી પાણીના નમૂના લેવામાં આવ્યા છે.લોહનગર બાદ ત્રીજા વિસ્તારમાં કોલેરાનો કેસ નોંધાયો છે.કોલેરાનો કેસ મળી આવતા તંત્ર દોડતું થયું છે.રાજકોટના હાથીખાનામાં અત્યારસુધી સૌથી વધુ કોલેરાના કેસ નોંધાયા છે.
જાણો કોલેરા એટલે શું ?
કોલેરા એ આંતરડાનો તીવ્ર ચેપ છે જે મળથી દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. કોલેરા બેક્ટેરિયમ (વિબ્રિઓ કોલેરા) વ્યક્તિના આંતરડા પર હુમલો કરે છે અને તેના કારણે ઝાડા, ઉલટી થાય છે તેમજ ત્યારબાદ પ્રવાહી ઘટી જાય છે.
ઉકાળેલુ પાણી પીવુ જોઈએ
વાતાવરણને કારણે પણ વાઇરલ ઇન્ફેક્શન સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ખતરો વધી જાય છે તેવામાં બાળકોનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ આવશ્યક છે અને પાણીજન્ય રોગથી બચવા માટે ઓછામાં ઓછી 20 મિનિટ જેટલું પાણી ઉકાળીને ઠંડું પાડીને ગાળીને પીવું જોઈએ.ચોમાસાની સિઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાય છે અને આ વર્ષે વરસાદ હજું પણ સતત પડી રહ્યો છે જેના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે. શહેરના ખાનગી દવાખાનાઓ અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે.
મચ્છરનું ઉત્પાદન વધ્યું
વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. જેમાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તેમજ પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા 7થી 10 દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્વાાસ્થય પ્રત્યેં બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્ખા પાણીના પાત્રોને કારણે મચ્છરની ઉત્૫તિ વધી જાય છે.