Rajkotના બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી, ગ્રાહકોનો ઉત્સાહ જોઈ વેપારીઓ થયા ખુશખુશાલ

Oct 17, 2025 - 18:30
Rajkotના બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી, ગ્રાહકોનો ઉત્સાહ જોઈ વેપારીઓ થયા ખુશખુશાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

તહેવારોના રાજા ગણાતી દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના બજારોમાં ભારે રોનક જોવા મળી રહી છે. શહેરના મુખ્ય બજારો, મોલ્સ અને શોપિંગ વિસ્તારોમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી લોકોની ભારે ભીડ ઉમટી રહી છે. દિવાળીની ખરીદીને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છલકાઈ રહ્યો છે. જેના કારણે વેપારીઓના ચહેરા પર પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.

દિવાળીની ખરીદીનો માહોલ જામ્યો

બજારોમાં ખાસ કરીને ગૃહિણીઓ અને યુવાનોની ભીડ જોવા મળી રહી છે. ખરીદી માટેની મુખ્ય વસ્તુઓમાં કપડાં, ઘર સજાવટની વસ્તુઓ, પર્સ, ફૂટવેર, મુખવાસ અને સુશોભન માટેના તોરણોનો સમાવેશ થાય છે. દુકાનોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જે આ વર્ષે તહેવારની ખરીદીની મજબૂત માંગ દર્શાવે છે. છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ અનુભવી રહેલા વેપારીઓ માટે આ દિવાળી આશાનું કિરણ લઈને આવી છે. બજારમાં આટલી મોટી ભીડ અને લોકોની ખરીદશક્તિ જોઈને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. એક વેપારીએ જણાવ્યું હતું કે આ વખતેની દિવાળી ખૂબ જ સારી જશે એવું સ્પષ્ટ દેખાય છે. ગ્રાહકો મોકળા મને ખરીદી કરી રહ્યા છે, જે બજાર માટે સારો સંકેત છે.

વોકલ ફોર લોકલ પર ગ્રાહકોએ મૂક્યો ભાર

મહત્વની વાત એ છે કે ગ્રાહકોમાં લોકલ પર વોકલ એટલે કે સ્થાનિક ઉત્પાદનોની ખરીદી તરફ વધુ ધ્યાન જોવા મળી રહ્યું છે. લોકો પરદેશી વસ્તુઓ કરતાં ભારત નિર્મિત અને સ્થાનિક કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને પ્રાથમિકતા આપી રહ્યા છે. જે આર્થિક વિકાસ અને સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક સકારાત્મક વલણ છે. દિવાળીના આ માહોલે રાજકોટના બજારોને ફરી જીવંત કરી દીધા છે અને હવે સૌ કોઈ આ તહેવારની ઉજવણી માટે ઉત્સુક છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0