Rajkotના જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત નિપજયું છે,જેમાં ગઢડીયા બાયપાસ રોડ પર કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો,પતિ-પત્ની રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને પોલીસને જાણ કરી હતી. રોડ ક્રોસ કરતા પતિ-પત્નીને કારે અડફેટે લીધા રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં પતી-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું છે,અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે પણ આસપાસના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી હાથધર્યા છે અને મૃતકોની ઓળખ કરી તેમના પરિવારને જાણ કરી છે,પોલીસનું અનુમાન છે કે કારની અડફટે મોત થયું હોઈ શકે છે. ચોકીદાર તરીકે મૃતક ફરજ બજાવતા હતાજસદણના ગઢડીયા બાયપાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના માનસી ફાર્મ હાઉસ નજીક બની છે જેમાં કાર ચાલક પૂર ઝડપે અકસ્માત કરી ફરાર થયો છે,પતિ-પત્નીને માથાના ભાગે ઈજા પહોંચી છે,જેમાં 70 વર્ષીય. જુગાભાઈ સાપરા અને 65 વર્ષીય. સામુ બહેનનું ઘટના સ્થળે મોત થયું છે.જુગાભાઈ સાપરા માનસી ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અને તેમના પત્ની તેમની સાથે રહેતા હતા.તો મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે. હિટ એન્ડ રન કાયદો શું છે હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.

Rajkotના જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત, પરિવારમાં આક્રંદ છવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનમાં પતિ-પત્નીનું મોત નિપજયું છે,જેમાં ગઢડીયા બાયપાસ રોડ પર કાર ચાલક અકસ્માત કરી ફરાર થયો હતો,પતિ-પત્ની રોડ ક્રોસ કરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટયા હતા અને પોલીસને જાણ કરી હતી.

રોડ ક્રોસ કરતા પતિ-પત્નીને કારે અડફેટે લીધા

રાજકોટના જસદણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં પતી-પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજયું છે,અકસ્માત કરનાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથધરી છે,ત્યારે પોલીસે પણ આસપાસના સીસીટીવી અને રોડ પરના સીસીટીવી હાથધર્યા છે અને મૃતકોની ઓળખ કરી તેમના પરિવારને જાણ કરી છે,પોલીસનું અનુમાન છે કે કારની અડફટે મોત થયું હોઈ શકે છે.

ચોકીદાર તરીકે મૃતક ફરજ બજાવતા હતા

જસદણના ગઢડીયા બાયપાસ રોડ પર હિટ એન્ડ રનની ઘટના માનસી ફાર્મ હાઉસ નજીક બની છે જેમાં કાર ચાલક પૂર ઝડપે અકસ્માત કરી ફરાર થયો છે,પતિ-પત્નીને માથાના ભાગે ઈજા પહોંચી છે,જેમાં 70 વર્ષીય. જુગાભાઈ સાપરા અને 65 વર્ષીય. સામુ બહેનનું ઘટના સ્થળે મોત થયું છે.જુગાભાઈ સાપરા માનસી ફાર્મ હાઉસમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા અને તેમના પત્ની તેમની સાથે રહેતા હતા.તો મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.