Rajkot: પોલીસે 2.14 કરોડની રોકડ કરી જપ્ત, 2 શખ્સોની કરાઈ અટકાયત

રાજકોટ પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહીશ્રૌફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરી જપ્ત બ્લેકમનીમાંથી વ્હાઈટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા રાજકોટ-પોલીસના EOW વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના નાનામૌવા રોડ પર 9 સ્કવેર બિલ્ડીંગમાં આવેલી શ્રૌફ પેઢીમાંથી રૂપિયા 2.14 કરોડની રોકડ જપ્ત કરી છે. ટેક્સ ચોરી માટે બ્લેકમનીમાંથી વ્હાઈટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે અલગ અલગ સ્થળોએથી 2.14 કરોડની રોકડ જપ્ત કરી તમને જણાવી દઈએ કે આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા બે અલગ અલગ સ્થળોએથી આ રકમ કબ્જે કરવામાં આવી છે. આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે 9 સ્કવેર બિલ્ડીંગમાં આવેલી શ્રૌફ પેઢીની ઓફિસમાંથી 1.24 કરોડ રૂપિયા કબ્જે કર્યા છે, જ્યારે બેડી ચોકડી પાસેથી કારમાં રૂપિયા 90 લાખ રોકડા જપ્ત કર્યા છે. હાલમાં આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. ત્યારે જાણવા જોગ ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી છે. સાગઠીયા પાસેથી પણ 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા આ પહેલા રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.  

Rajkot: પોલીસે 2.14 કરોડની રોકડ કરી જપ્ત, 2 શખ્સોની કરાઈ અટકાયત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ પોલીસના EOW વિભાગની મોટી કાર્યવાહી
  • શ્રૌફ પેઢીમાંથી 2.14 કરોડની રોકડ કરી જપ્ત
  • બ્લેકમનીમાંથી વ્હાઈટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા

રાજકોટ-પોલીસના EOW વિભાગે મોટી કાર્યવાહી કરી છે. શહેરના નાનામૌવા રોડ પર 9 સ્કવેર બિલ્ડીંગમાં આવેલી શ્રૌફ પેઢીમાંથી રૂપિયા 2.14 કરોડની રોકડ જપ્ત કરી છે. ટેક્સ ચોરી માટે બ્લેકમનીમાંથી વ્હાઈટ મની કરવાનું કૌભાંડ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બે અલગ અલગ સ્થળોએથી 2.14 કરોડની રોકડ જપ્ત કરી

તમને જણાવી દઈએ કે આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા બે અલગ અલગ સ્થળોએથી આ રકમ કબ્જે કરવામાં આવી છે. આર્થિક ગુન્હા નિવારણ શાખાની ટીમે 9 સ્કવેર બિલ્ડીંગમાં આવેલી શ્રૌફ પેઢીની ઓફિસમાંથી 1.24 કરોડ રૂપિયા કબ્જે કર્યા છે, જ્યારે બેડી ચોકડી પાસેથી કારમાં રૂપિયા 90 લાખ રોકડા જપ્ત કર્યા છે. હાલમાં આ સમગ્ર મામલે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર નામના 2 શખ્સોની પોલીસે અટકાયત કરીને પુછપરછ શરૂ કરી છે. ત્યારે જાણવા જોગ ફરિયાદના આધારે કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.

સાગઠીયા પાસેથી પણ 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા

આ પહેલા રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા.

સાગઠીયા પાસેથી 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી

નોંધનીય છે કે, આ પહેલા 19 જૂને એન્ટીકરપ્શન બ્યુરોએ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 10 કરોડ 55 લાખની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ સિવાય સાગઠીયાના ભાઈની રાજકોટ ખાતેની આવેલી ઓફિસ ઉપર પણ દરોડા પડ્યા હતા. ACB ના ડાયરેક્ટર સમશેરસિંગના માર્ગદર્શન હેઠળ જોઈન્ટડાયરેક્ટર બીપીન આહિરે સહિતનો સ્ટાફ ત્રાટકયો હતો. મનસુખ સાગઠીયા પાસે ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં બંગલો મળી આવ્યો હતો.