Rajkot : ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલાં ભારે ગરમાવો: બાબાને પડકાર ફેંકનાર એડવોકેટને મળી ધમકી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં આગામી 5 થી 7 જૂનના રોજ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના ત્રિ-દિવસીય 'દિવ્ય દરબાર'નું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલાં જ રાજકોટનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે.
પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકીઓ
બાબાના આગમન પહેલાં જ એક મોટો વિવાદ સામે આવ્યો છે, જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની શક્તિઓ સામે સવાલ ઉઠાવનાર એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાનથી મારી નાખવાની કે અન્ય ધમકીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધમકી મળ્યા બાદ એડવોકેટે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જડબાતોડ જવાબ આપ્યો છે.
હું સનાતન ધર્મનો વિરોધી નથી
એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, "મને સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જે લોકો ધમકી આપી રહ્યા છે, તેઓ ચોક્કસ વિચારધારાથી પ્રેરિત ધર્માંધ લોકો છે. હું સનાતન ધર્મનો વિરોધી નથી, હું પોતે ચુસ્ત ધર્મ સમર્થક છું. પરંતુ હું માત્ર ધર્મના નામે થતા ડિંડક, દોરાધાગા અને પ્રપંચનો વિરોધી છું." વધુમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ આ ધમકી આપનારાઓ સામે કોઈ પોલીસ ફરિયાદ કરવાના નથી. ચમત્કારિક શક્તિઓને પડકાર
પુરુષોત્તમ પીપળિયાએ બાબા બાગેશ્વરની ચમત્કારિક શક્તિઓ અને જાદુગરી સામે ખુલ્લો પડકાર ફેંકતા એક મોટો સવાલ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, "રાજકોટનો યુવક મોહિલ મોરધરા, જે છેલ્લા 28ૃ8 વર્ષથી ગુમ છે, બાબા પોતાની દિવ્ય શક્તિથી તેના વિશે સચોટ માહિતી આપે. જો બાબા આ બાબતે સાચા પુરવાર થશે, તો હું પોતે તેમને સાચા માનીને સ્વીકારી લઈશ." ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે?
રાજકોટમાં 5 જૂનથી શરૂ થઈ રહેલા આ દિવ્ય દરબાર પહેલાં જ વિવાદો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પુરુષોત્તમ પીપળિયાને ધમકી આપનાર અસામાજિક તત્વો કોણ છે? આ વિવાદને પગલે આગામી દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે તંત્ર પણ સતર્ક બન્યું છે.
આ પણ વાંચો---- Junagadh : ગીરમાં સિંહોના મોતના મામલે PMO એક્શનમાં, ખુદ વડાપ્રધાન મોદી રાખી રહ્યા છે નજર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

