Rajkot ડિસ્ટ્રીક બેંક ખેડૂતોને વગર વ્યાજે આપશે લોન, ખેતી નુકસાનીને લઈ નિર્ણય

રાજકોટ- મોરબી જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.જેમાં રાજકોટ ડિસ્ટ્રીક બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે જે ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતોને લોન આપવામાં આવશે,આ લોનની રકમ 10 હજાર રૂપિયાથી 50 હજાર સુધીની લોન આપવામાં આવશે અને 2 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે. 1 વર્ષ માટે આ લોન આપવામાં આવશેઃ જયેશ રાદડીયા આ બાબતે જયેશ રાદડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જેમાં તેમનું કહેવું છે કે આ લોન લેવા માટે ગેરંટી, જામીન કે કોઇ મોર્ગેજ કરવાની જરૂર નહીં રહે,રૂ.1000 કરોડની લોન વ્યાજ વગર આપવામાં આવશે કેમકે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે માટે બેંકના સદસ્યો સાથે વાત કરીને આ નિર્ણય લેવામાં આવ્યા છે.1 હેકટર 10 હજાર રૂપિયા 5 હેકટર સુધી લોન મળશે. બેંકમાંથી મળશે લોન જયેશ રાદડિયાનું વધુમાં કહેવું છે કે,ખેડૂત બેંકમાં જશે એટલે 50 હજારની લોન મળી જશે જેમાં કોઈ પુરાવા આપવાના રહેશે નહી કે કોઈ જામીનદારની પણ જરૂર પડશે છે,જે ખેડૂતો મંડળી સાથે જોડાયેલા છે તે ખેડૂતોને લાભ મળશે.ખેડૂતોને કોઈ અન્ય જગ્યાએથી લોન લેવી ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,અને અગામી દિવસોથી આ લોન આપવામાં આવશે સાથે સાથે ખેડૂતોને શિયાળું પાક કરવો હશે તો આ લોનમાંથી તે શિયાળુ પાક પણ કરી શકશે. નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

Rajkot ડિસ્ટ્રીક બેંક ખેડૂતોને વગર વ્યાજે આપશે લોન, ખેતી નુકસાનીને લઈ નિર્ણય

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ- મોરબી જિલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.જેમાં રાજકોટ ડિસ્ટ્રીક બેંક ખેડૂતોને વગર વ્યાજે લોન આપશે જે ખેડૂતોને અતિવૃષ્ટિથી પાકને નુકસાન થયું છે તેવા ખેડૂતોને લોન આપવામાં આવશે,આ લોનની રકમ 10 હજાર રૂપિયાથી 50 હજાર સુધીની લોન આપવામાં આવશે અને 2 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે.

1 વર્ષ માટે આ લોન આપવામાં આવશેઃ જયેશ રાદડીયા

આ બાબતે જયેશ રાદડીયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી જેમાં તેમનું કહેવું છે કે આ લોન લેવા માટે ગેરંટી, જામીન કે કોઇ મોર્ગેજ કરવાની જરૂર નહીં રહે,રૂ.1000 કરોડની લોન વ્યાજ વગર આપવામાં આવશે કેમકે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેતીમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે માટે બેંકના સદસ્યો સાથે વાત કરીને આ નિર્ણય લેવામાં આવ્યા છે.1 હેકટર 10 હજાર રૂપિયા 5 હેકટર સુધી લોન મળશે.

બેંકમાંથી મળશે લોન

જયેશ રાદડિયાનું વધુમાં કહેવું છે કે,ખેડૂત બેંકમાં જશે એટલે 50 હજારની લોન મળી જશે જેમાં કોઈ પુરાવા આપવાના રહેશે નહી કે કોઈ જામીનદારની પણ જરૂર પડશે છે,જે ખેડૂતો મંડળી સાથે જોડાયેલા છે તે ખેડૂતોને લાભ મળશે.ખેડૂતોને કોઈ અન્ય જગ્યાએથી લોન લેવી ના પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે,અને અગામી દિવસોથી આ લોન આપવામાં આવશે સાથે સાથે ખેડૂતોને શિયાળું પાક કરવો હશે તો આ લોનમાંથી તે શિયાળુ પાક પણ કરી શકશે.

નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ

આ બાબતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનું ખેડૂતોને સહાયની રકમ અંગે નિવેદન આપ્યું હતું કે સહાયની રકમ માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જેમાં અરજીથી લઇને ચૂકવવાની પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. ઉપરાંત ઓક્ટોમ્બર મહિનાના વરસાદથી થયેલા નુકસાનીનો સર્વે યુદ્ધના ધોરણે ચાલુ જ છે. જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત જ્યાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો હશે ત્યાંના ખેડૂતોને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે. આ અંગે પણ ખૂબ ટૂંકા સમયમાં હજુ એક રાહત પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.