Rajkot: જસદણમાં ભાજપના 4 સભ્યો સામે મોટી કાર્યવાહી, પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
રાજકોટના જસદણમાં ભાજપના 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપે લાલ આંખ કરી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જસદણના 4 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા 3 સભ્યોને કરાયા સસ્પેન્ડ ઉલ્લેખનીય છે કે જસદણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ જસદણમાં 4 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિનેશભાઈ હિરપરા, શામજીભાઈ ડાંગર અને નીતિનભાઈ ચોહલીયાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરતા પક્ષે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે સુરેશભાઈ છાયાણીએ અપક્ષમાંથી ઉમેદવારી કરતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જયેશ રાદડિયા જોડાયા બીજી તરફ જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, સાથે ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે. ત્યારે આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને પ્રચાર કર્યો હતો, તેમજ જયેશ રાદડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેતપુર શહેરએ ભાજપનો ગઢ રહ્યો છે. સાથે દરેક ચૂંટણીમાં મતદારોએ લીડ આપી છે, ત્યારે પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને ફરીવાર ભાજપ સત્તા ઉપર આવશે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટના જસદણમાં ભાજપના 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપે લાલ આંખ કરી છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જસદણના 4 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા 3 સભ્યોને કરાયા સસ્પેન્ડ
ઉલ્લેખનીય છે કે જસદણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 4 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ જસદણમાં 4 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિનેશભાઈ હિરપરા, શામજીભાઈ ડાંગર અને નીતિનભાઈ ચોહલીયાએ કોંગ્રેસમાં ઉમેદવારી કરતા પક્ષે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી છે અને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. જ્યારે સુરેશભાઈ છાયાણીએ અપક્ષમાંથી ઉમેદવારી કરતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ તમામ સભ્યોને જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના પ્રચારમાં જયેશ રાદડિયા જોડાયા
બીજી તરફ જેતપુર નવાગઢ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે, ત્યારે પાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે, સાથે ચૂંટણી પ્રચારમાં જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ પાલિકાની ચૂંટણીમાં મેદાને ઉતર્યા છે. ત્યારે આજે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જયેશ રાદડિયા દ્વારા ડોર ટુ ડોર લોક સંપર્ક કરીને પ્રચાર કર્યો હતો, તેમજ જયેશ રાદડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જેતપુર શહેરએ ભાજપનો ગઢ રહ્યો છે. સાથે દરેક ચૂંટણીમાં મતદારોએ લીડ આપી છે, ત્યારે પાલિકાની ચૂંટણીમાં પણ ભાજપના તમામ 42 ઉમેદવારોનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને ફરીવાર ભાજપ સત્તા ઉપર આવશે.