Rajkot ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી સરકારે શિસ્ત સંબંધી પગલા લીધા હોવાનો સરકારનો જવાબ 55344 સ્કૂલમાંથી 11,451માં ફાયર NOC નહીં: સરકાર રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી થઇ છે. જેમાં ફાયર સેફટી મુદ્દે સરકારનો HCમાં જવાબ રજૂ થયો છે. તેમાં સરકારે શિસ્ત સંબંધી પગલા લીધા હોવાનો સરકારનો જવાબ છે. તેમજ સરકારે જણાવ્યું છે કે 55344 સ્કૂલમાંથી 11, 451માં ફાયર NOC નથી. રાજ્યની 43,893 સ્કૂલોને સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે. હાલ 9,563 શાળાઓ પાસે ફાયર NOC છે. 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું 1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે. તેમજ 771 શાળાઓ ફાયર સેફટીના સાધનો વસાવી રહી છે. રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન ફાયર સેફટી મુદે રાજ્ય સરકારનો જવાબ રજૂ થયો છે. સરકાર શિસ્ત સંબંધી પગલા લઇ રહી હોવાનો સરકારનો જવાબ છે. તેમજ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રીપોર્ટ આપ્યો છે. હાઇકોર્ટમાં ગુજરાતની અંદર આવેલી પ્રી પ્રાઇમરી સ્કૂલોથી લઈ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઈને પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશનના સેક્રેટરી વિનોદ રાવે એફિડેવિટ ફાઈલ કરી છે. રાજ્યની 11,451 સ્કૂલમાં ફાયર એનઓસી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટને ટેન્ડર આપવાના રોલમાં તત્કાલીન વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ જેઓ હાલમાં ઉપરોક્ત સેક્રેટરી પદે છે. તેમણે રાજકોટ ગેમઝોન મુદ્દે હાઈકોર્ટના આદેશ મુજબ એફિડેવિટ ફાઈલ કરી છે. પરંતુ તેમની સામે રાજ્ય સરકાર હરણી બોટ દુર્ઘટના કેસમાં શિસ્ત સંબંધી પગલાં લઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યની 11,451 સ્કૂલમાં ફાયર એનઓસી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાની ગત સુનાવણીમાં આદેશ કર્યો હતો કે, રાજ્યમાં આવેલી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર જોખમ છે કોર્ટેનો બીજો આદેશ હતો કે રાજ્યમાં ફાયર સેફ્ટીનું શું માળખું છે અને ફાયર વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી કોર્ટ સમક્ષ મુકાય. કોર્ટનો ત્રીજો આદેશ હતો કે, રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓનું કામકાજનું નિરીક્ષણ કરીને એક રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ઉપરાંત સત્યશોધક કમિટીના રિપોર્ટ ઉપર જે પગલાં લેવાયાં હોય તેને પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. અગાઉ સત્યશોધક કમિટીનો અહેવાલ કોર્ટ સમક્ષ બંધ કવરમાં મુકાયો હતો. જો કે, કોર્ટે તમામ રિપોર્ટ સાથે જોવાનું વલણ દાખવતા આજે તેની ઉપર કોર્ટમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર જોખમ છે. કારણ કે આ સ્કૂલોએ NOC લીધી નથી. જ્યારે 8 મહાનગરમાં ફાયરની 1106 જગ્યા ખાલી છે. મંજૂર થયેલી હોવા છતાં ભરતી કરવામાં આવી નથી.

Rajkot ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
  • સરકારે શિસ્ત સંબંધી પગલા લીધા હોવાનો સરકારનો જવાબ
  • 55344 સ્કૂલમાંથી 11,451માં ફાયર NOC નહીં: સરકાર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી થઇ છે. જેમાં ફાયર સેફટી મુદ્દે સરકારનો HCમાં જવાબ રજૂ થયો છે. તેમાં સરકારે શિસ્ત સંબંધી પગલા લીધા હોવાનો સરકારનો જવાબ છે. તેમજ સરકારે જણાવ્યું છે કે 55344 સ્કૂલમાંથી 11, 451માં ફાયર NOC નથી. રાજ્યની 43,893 સ્કૂલોને સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે. હાલ 9,563 શાળાઓ પાસે ફાયર NOC છે.

1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું

1,117 શાળાઓએ NOC માટે એપ્લાય કર્યું છે. તેમજ 771 શાળાઓ ફાયર સેફટીના સાધનો વસાવી રહી છે. રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન ફાયર સેફટી મુદે રાજ્ય સરકારનો જવાબ રજૂ થયો છે. સરકાર શિસ્ત સંબંધી પગલા લઇ રહી હોવાનો સરકારનો જવાબ છે. તેમજ રાજ્ય સરકારે હાઇકોર્ટમાં રીપોર્ટ આપ્યો છે. હાઇકોર્ટમાં ગુજરાતની અંદર આવેલી પ્રી પ્રાઇમરી સ્કૂલોથી લઈ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઈને પ્રાઇમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશનના સેક્રેટરી વિનોદ રાવે એફિડેવિટ ફાઈલ કરી છે.

રાજ્યની 11,451 સ્કૂલમાં ફાયર એનઓસી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો

હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટને ટેન્ડર આપવાના રોલમાં તત્કાલીન વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ જેઓ હાલમાં ઉપરોક્ત સેક્રેટરી પદે છે. તેમણે રાજકોટ ગેમઝોન મુદ્દે હાઈકોર્ટના આદેશ મુજબ એફિડેવિટ ફાઈલ કરી છે. પરંતુ તેમની સામે રાજ્ય સરકાર હરણી બોટ દુર્ઘટના કેસમાં શિસ્ત સંબંધી પગલાં લઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યની 11,451 સ્કૂલમાં ફાયર એનઓસી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાની ગત સુનાવણીમાં આદેશ કર્યો હતો કે, રાજ્યમાં આવેલી તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.

રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર જોખમ છે

કોર્ટેનો બીજો આદેશ હતો કે રાજ્યમાં ફાયર સેફ્ટીનું શું માળખું છે અને ફાયર વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી કોર્ટ સમક્ષ મુકાય. કોર્ટનો ત્રીજો આદેશ હતો કે, રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓનું કામકાજનું નિરીક્ષણ કરીને એક રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ઉપરાંત સત્યશોધક કમિટીના રિપોર્ટ ઉપર જે પગલાં લેવાયાં હોય તેને પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. અગાઉ સત્યશોધક કમિટીનો અહેવાલ કોર્ટ સમક્ષ બંધ કવરમાં મુકાયો હતો. જો કે, કોર્ટે તમામ રિપોર્ટ સાથે જોવાનું વલણ દાખવતા આજે તેની ઉપર કોર્ટમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યની 11,451 સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર જોખમ છે. કારણ કે આ સ્કૂલોએ NOC લીધી નથી. જ્યારે 8 મહાનગરમાં ફાયરની 1106 જગ્યા ખાલી છે. મંજૂર થયેલી હોવા છતાં ભરતી કરવામાં આવી નથી.