Ahmedabad: બાવળા નકલી હોસ્પિટલ કેસમાં 7ની ધરપકડ, થયો આ મોટો ખુલાસો
બાવળામાં લેબોરેટરી પણ નકલી હોવાનો ખુલાસોસીસીટીવી રેકોર્ડિંગ ગુમ કરનારની ધરપકડ કેરાળા GIDC પોલીસે આરોપીઓને ઝડપ્યા અમદાવાદના બાવળામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. ત્યારે આ મામલે પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસે નકલી હોસ્પિટલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે અને બાવળામાં નકલી હોસ્પિટલની સાથે નકલી લેબોરેટરી પણ હોવાનો ખુલાસો થયો છે. બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ પોલીસે અનન્યા હોસ્પિટલમાંથી પુરાવા નાશ કરવાના ઈરાદે CCTVનું N.V.R રેકોર્ડર ગુમ કરનારની પણ ધરપકડ કરી છે. આ સાથે જ બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ કરવામાં આવી છે. કેરાળા GIDC પોલીસે આ તમામ આરોપીઓને ઝડપ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડામાં આ આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી, આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર ચલાવતો હતો. એક બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. મેહુલ ચાવડા પાસે ડોકટરની કોઈ ડિગ્રી નહી બાવળાના નળ સરોવર રોડ પર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ત્યાં હોસ્પિટલની નીચે એક મેડિકલ પણ આવેલી છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. ત્યારે ચોંકાવાનારી વાત એ છે કે હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર હતી નહીં. બોગસ ડોકટર મેહુલ ચાવડા સહિત આ કેસમાં 3 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો તમને જણાવી દઈએ કે બોગસ ડોકટર મેહુલ ચાવડા સહિત આ કેસમાં 3 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને MBBS તબીબ ડોક્ટર મનીષા અમરેલીયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ડોકટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- બાવળામાં લેબોરેટરી પણ નકલી હોવાનો ખુલાસો
- સીસીટીવી રેકોર્ડિંગ ગુમ કરનારની ધરપકડ
- કેરાળા GIDC પોલીસે આરોપીઓને ઝડપ્યા
અમદાવાદના બાવળામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી. ત્યારે આ મામલે પોલીસને વધુ મોટી સફળતા મળી છે. પોલીસે નકલી હોસ્પિટલ કેસમાં 7 લોકોની ધરપકડ કરી છે અને બાવળામાં નકલી હોસ્પિટલની સાથે નકલી લેબોરેટરી પણ હોવાનો ખુલાસો થયો છે.
બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ
પોલીસે અનન્યા હોસ્પિટલમાંથી પુરાવા નાશ કરવાના ઈરાદે CCTVનું N.V.R રેકોર્ડર ગુમ કરનારની પણ ધરપકડ કરી છે. આ સાથે જ બોગસ પેથોલોજી લેબ ચલાવનારની પણ ધરપકડ કરવામાં આવી છે. કેરાળા GIDC પોલીસે આ તમામ આરોપીઓને ઝડપ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ જ અમદાવાદ આરોગ્ય વિભાગના દરોડામાં આ આખી નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી, આ હોસ્પિટલ મેહુલ ચાવડા નામનો બોગસ ડોકટર ચલાવતો હતો. એક બાળકીના મોત બાદ વીડિયો વાયરલ થયો હતો અને ત્યારબાદ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી, જેમાં PHC સેન્ટરના ડોકટર ઋતુરાજ ચાવડાએ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો.
મેહુલ ચાવડા પાસે ડોકટરની કોઈ ડિગ્રી નહી
બાવળાના નળ સરોવર રોડ પર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખીને અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને ત્યાં હોસ્પિટલની નીચે એક મેડિકલ પણ આવેલી છે. ત્યાં ડોક્ટર મેહુલ ચાવડા કરીને એક નાનો મેડિકલ વ્યક્તિ હોસ્પિટલ ચલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. તેની પાસે કોઈ ડિગ્રી પણ ન હતી. ત્યારે ચોંકાવાનારી વાત એ છે કે હોસ્પિટલના સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર હતી નહીં.
બોગસ ડોકટર મેહુલ ચાવડા સહિત આ કેસમાં 3 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો
તમને જણાવી દઈએ કે બોગસ ડોકટર મેહુલ ચાવડા સહિત આ કેસમાં 3 લોકો સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને MBBS તબીબ ડોક્ટર મનીષા અમરેલીયા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે ડોકટર ધર્મેન્દ્ર નામના આરોપી વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.