Rajkot: ખોડલધામના કાર્યક્રમમાં ગણેશ જાડેજાની હાજરીથી પાટીદાર સમાજમાં ભારે વિવાદ
ગોંડલમાં દિવાળી બાદ ફરી ગણેશ જાડેજાના નામે નવો વિવાદ ઉદભવ્યો છે ખોડલધામના નામે યોજાયેલા લેઉવા પાટીદાર સમાજના સ્નેહમિલનમાં ગણેશ જાડેજાની હાજરીથી રોષે ભરાયેલા પાટીદાર અગ્રણી રાજુ સખીયાએ આયોજક રાજુ સોજીત્રાની ઝાટકણી કાઢતો એક ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગોંડલ ખોડલધામ સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને પાટીદાર સમાજના રાજુ સખીયા કહે છે કે ખોડલધામ નામના કાર્યક્મમાં ગણેશને બોલાવ્યો એવુ કેમ ચાલે? ખોડલધામના નિર્માણ વખતે આ જ ભાજપવાળા એમ કહેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસી છે. આજે ભાજપવાળાએ કબ્જો લઈ લીધો છે. નરેશ પટેલને પણ! આવી રીતે સમાજને દોરવામા આવે? ગણેશ જેવા લોકોને આમંત્રણ આપવામાં આવે એ કેટલુ વાજીબી? હવે જો ખોડલધામના નામે કાર્યક્રમ યોજાશે અને બિન પટેલને આ રીતે બોલાવાશે તો ખેર નથી. અમારી ટીમ ત્યાં આવશે અને અગાઉ કન્યા છાત્રાલયમાં જેવી માથાકૂટ થઈ હતી એવી જ માથાકૂટ થશે. ખોડલધામના નામે આયોજન કરીને 'આવા' લોકોને મોટા કરવાનું બંધ કરો...આવુ બીજી વાર ના થવુ જોઈએ. કહેવુ હોય તો જયરાજસિંહને પણ કહી દેજો...ગોંડલમા આવા ધંધા બંધ કરો...નરેશ પટેલને પણ કહી દેજો કે રાજુ સખીયાએ ધમકીની ભાષામા વાત કરી છે. સંસ્થાઓ કોઈની અંગત માલિકીની નથી. ખોડલધામ સમિતિમા રાજુ સોજીત્રાની આગેવાનીમા ગોંડલમા કાર્યક્રમ થાય અને પછી તમે એમ કહો કે અમને ખબર નથી. દિવાળીના બીજા દિવસે ખોડલધામ સમિતિ દ્વારા ગોંડલ શહેર, તાલુકામા વસતા સમસ્ત લેઉવા પટેલ સમાજના પરિવારજનોનું નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું, પટેલવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમા ખોડલધામના લોગો હેઠળ પત્રિકા બનાવવામાં આવી હતી, જેમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ સર્જાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોંડલમાં દિવાળી બાદ ફરી ગણેશ જાડેજાના નામે નવો વિવાદ ઉદભવ્યો છે ખોડલધામના નામે યોજાયેલા લેઉવા પાટીદાર સમાજના સ્નેહમિલનમાં ગણેશ જાડેજાની હાજરીથી રોષે ભરાયેલા પાટીદાર અગ્રણી રાજુ સખીયાએ આયોજક રાજુ સોજીત્રાની ઝાટકણી કાઢતો એક ઓડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે.
વાઈરલ થયેલી ઓડિયો ક્લિપમાં ગોંડલ ખોડલધામ સમિતિના પ્રમુખ રાજુ સોજીત્રાને પાટીદાર સમાજના રાજુ સખીયા કહે છે કે ખોડલધામ નામના કાર્યક્મમાં ગણેશને બોલાવ્યો એવુ કેમ ચાલે? ખોડલધામના નિર્માણ વખતે આ જ ભાજપવાળા એમ કહેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસી છે. આજે ભાજપવાળાએ કબ્જો લઈ લીધો છે. નરેશ પટેલને પણ! આવી રીતે સમાજને દોરવામા આવે? ગણેશ જેવા લોકોને આમંત્રણ આપવામાં આવે એ કેટલુ વાજીબી? હવે જો ખોડલધામના નામે કાર્યક્રમ યોજાશે અને બિન પટેલને આ રીતે બોલાવાશે તો ખેર નથી. અમારી ટીમ ત્યાં આવશે અને અગાઉ કન્યા છાત્રાલયમાં જેવી માથાકૂટ થઈ હતી એવી જ માથાકૂટ થશે.
ખોડલધામના નામે આયોજન કરીને 'આવા' લોકોને મોટા કરવાનું બંધ કરો...આવુ બીજી વાર ના થવુ જોઈએ. કહેવુ હોય તો જયરાજસિંહને પણ કહી દેજો...ગોંડલમા આવા ધંધા બંધ કરો...નરેશ પટેલને પણ કહી દેજો કે રાજુ સખીયાએ ધમકીની ભાષામા વાત કરી છે. સંસ્થાઓ કોઈની અંગત માલિકીની નથી. ખોડલધામ સમિતિમા રાજુ સોજીત્રાની આગેવાનીમા ગોંડલમા કાર્યક્રમ થાય અને પછી તમે એમ કહો કે અમને ખબર નથી.
દિવાળીના બીજા દિવસે ખોડલધામ સમિતિ દ્વારા ગોંડલ શહેર, તાલુકામા વસતા સમસ્ત લેઉવા પટેલ સમાજના પરિવારજનોનું નૂતનવર્ષ સ્નેહમિલન યોજાયું હતું, પટેલવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમા ખોડલધામના લોગો હેઠળ પત્રિકા બનાવવામાં આવી હતી, જેમાં ગણેશ જાડેજાની હાજરીથી વિવાદ સર્જાયો છે.