Rajkot: કૂતરાઓના ખસીકરણ પાછળ 1.2 કરોડ ખર્ચી નાખ્યા, છતાં શહેરમાં શ્વાનનો આતંક યથાવત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને કરડવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, જેની સામે મહાનગરપાલિકા (RMC) નું તંત્ર સંપૂર્ણપણે વામણું સાબિત થયું છે. મનપાના ચોપડેથી સામે આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, શહેરમાં રખડતા કૂતરાઓના વસ્તી નિયંત્રણ, ખસીકરણ (Sterilization) અને રસીકરણ પાછળ મનપા દ્વારા રૂપિયા ૧.૨ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. જો કે, આટલો મોટો આર્થિક બોજ તિજોરી પર પડ્યા છતાં શેરીઓમાં શ્વાનનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
એક જ વર્ષમાં 601 ફરિયાદો નોંધાઈ
મનપાના સત્તાવાર કંટ્રોલ રૂમના આંકડા તપાસતા માલૂમ પડ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં કૂતરા કરડવા, રાત્રે વાહનચાલકો પાછળ દોડવા અને સોસાયટીઓમાં આતંક મચાવવા અંગેની ૬૦૧ ફરિયાદો નાગરિકો દ્વારા નોંધાવવામાં આવી છે. આ આંકડો માત્ર સત્તાવાર ચોપડે નોંધાયેલો છે, જ્યારે વાસ્તવિક સમસ્યા તેનાથી ઘણી મોટી છે. કૂતરાઓના કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે અને બાળકો તેમજ વૃદ્ધોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
મહિનાઓથી કામગીરી ઠપ્પ હોવાનો ખુલાસો
આ કથિત યોજના પાછળ કરોડો રૂપિયા ચૂકવી દીધા બાદ પણ શહેરીજનોને કોઈ રાહત મળી નથી, કારણ કે આશ્ચર્યજનક રીતે છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં કૂતરા પકડવાની મૂળભૂત કામગીરી જ ઠપ્પ પડી ભાંગી છે. ખસીકરણ અને રસીકરણ કરતી એજન્સીઓ અને મનપાના આંતરિક સંકલનના અભાવે આખી ઝુંબેશ માત્ર કાગળ પર જ દોડતી હોય તેમ લાગી રહ્યું છે. જનતા હવે સોશિયલ મીડિયા અને લોકદરબારમાં આક્રોશ ઠાલવી રહી છે કે પ્રજાના ટેક્સના પૈસાનો આ કેવો સદુપયોગ? સ્થાનિકોએ માગ કરી છે કે તંત્ર તાત્કાલિક ધોરણે નિષ્ક્રિયતા છોડીને આક્રમક રીતે કૂતરા પકડવાની કામગીરી ફરી શરૂ કરે.
આ પણ વાંચો: Surat: બિલ્ડરના બંધ ઘરમાંથી 48 લાખની ચોરી, 100 CCTV કેમેરા તપાસી પોલીસે આરોપીને દબોચ્યો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

