Rajkot: કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વખતે ચૌહાણ પરિવારના 3 લોકો ડૂબતાં મોત નીપજ્યા, સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી

Sep 24, 2026 - 00:30
Rajkot: કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વખતે ચૌહાણ પરિવારના 3 લોકો ડૂબતાં મોત નીપજ્યા, સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણેશ વિસર્જનની પવિત્ર અને ઉત્સાહભરી ક્ષણો માતમમાં ફેરવાઈ ગઈ છે. ખોડિયાર મંદિર પાસે અજય વે બ્રિજ સામે આવેલા પાણીના જળાશયમાં ગણપતિ વિસર્જન કરવા ગયેલા ચૌહાણ પરિવારના 3 સભ્યો અચાનક પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જતાં કરૂણ મોત નીપજ્યા છે. આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને સ્થાનિક તંત્રને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી.

ગણપતિ વિસર્જનમાં કરૂણાંતિકા

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ અને રેસ્ક્યુ-સર્ચ ઓપરેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમના જવાનોએ કલાકોની ભારે જહેમત અને સર્ચ ઓપરેશન બાદ પાણીમાંથી ત્રણેય મૃતદેહો બહાર કાઢ્યા હતા. તપાસ દરમિયાન મૃતકોની ઓળખ નયનભાઇ ચૌહાણ, ધીરુભાઇ ચૌહાણ અને નરેન્દ્રભાઇ ચૌહાણ તરીકે થઈ હતી. ડૂબી ગયેલા ત્રણેય વ્યક્તિઓ એક જ ચૌહાણ પરિવારના હોવાનું સામે આવતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.

એક જ પરિવારના 3 લોકોના મોત

કુવાડવા-વાંકાનેર માર્ગ પર ગણેશ વિસર્જન દરમિયાન એકસાથે પરિવારના ૩ સભ્યોના મોતથી સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા છવાઈ ગઈ છે. ફાયર બ્રિગેડ દ્વારા મૃતદેહો બહાર કાઢ્યા બાદ પોલીસે જરૂરી પંચનામું કરી ત્રણેય મૃતદેહોને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતે ડૂબી જવા અંગે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: 24 September Top News: સેવા તીર્થમાં કેન્દ્રીય કેબિનેટની ચિંતન શિબિર, રાહુલ ગાંધીની PC અને અખિલેશ યાદવની રાયબરેલી રેલી

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0