Rajkot અગ્નિકાંડના પીડિત પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, ન્યાય માટે કરી રજૂઆત

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાતમુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી પીડિત પરિવારોની માગ રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો આજે ગાંધીનગર પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે, આ મુલાકાતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા. પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે ગુનો નોંધવાની કરી માગ મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ કરી છે સાથે જ કહ્યું કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પણ પીડિત પરિવારોએ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડીંગમાં આવેલા ગેમઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 25થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આજે જે પરિવારે પોતાના પરિવારજન ગુમાવ્યા છે, તે પીડિત પરિવારો સાથે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબારિયાએ મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી. આ ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલા ભર્યા છે અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો છે,તેણે કબૂલ્યું કે,જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું છે. અગ્નિકાંડ બાદ રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે. અગ્નિકાંડ કેસમાં મૃતક નિરવ વેકરીયાના પિતાએ ગેમ સંચાલક સામે વળતરનો દાવો કર્યો અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીના પિતાએ દાવો દાખલ કર્યો. મૃતક નિરવ વેકરીયાના પિતા રસિકભાઈએ ગેમ સંચાલક રેસ વે એન્ટરપ્રાઈઝ સામે રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો છે. ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરી કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા.

Rajkot અગ્નિકાંડના પીડિત પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત, ન્યાય માટે કરી રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે કરી મુલાકાત
  • મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી
  • આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી પીડિત પરિવારોની માગ

રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો આજે ગાંધીનગર પહોંચ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી છે. મુખ્યમંત્રી સાથેની મુલાકાતમાં પીડિત પરિવારોએ ન્યાય માટે રજૂઆત કરી છે, આ મુલાકાતમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબરિયા હાજર રહ્યા હતા.

પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે ગુનો નોંધવાની કરી માગ

મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. પરિવારજનોએ જવાબદાર ધારાસભ્ય, કોર્પોરેટર સામે અને મંજૂરી આપનાર અધિકારી સામે પણ ગુનો નોંધવાની માગ કરી છે સાથે જ કહ્યું કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે તેવી માગ પણ પીડિત પરિવારોએ કરી છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડીંગમાં આવેલા ગેમઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાયો હતો.

જેમાં 25થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને આજે જે પરિવારે પોતાના પરિવારજન ગુમાવ્યા છે, તે પીડિત પરિવારો સાથે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ભાનુબેન બાબારિયાએ મુલાકાત કરી અને તેમની સાથે વાતચીત કરી. આ ઘટના બાદ સરકાર એક્શન મોડમાં આવી છે અને જવાબદાર લોકો સામે પગલા ભર્યા છે અને તેમને નોકરીમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.

સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો છે,તેણે કબૂલ્યું કે,જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું છે.

અગ્નિકાંડ બાદ રાજકોટ ACBમાં મનપાના ક્લાસ વન અધિકારી મનસુખ સાગઠીયા સામે અપ્રમાણસર મિલકત અંગે ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને સોમવારે રાતથી ACBની ટીમે 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ટ્વીટ સ્ટાર ઓફિસમાં સીલ ખોલીને સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન 5 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, સાથે જ 1 કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ACBની ટીમ દ્વારા 3 જેટલા બોક્સમાં રૂપિયા, સોનું, એક મોટી તિજોરી, પ્રિન્ટર સહિતના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા હતા. ત્યારે આગામી દિવસોમાં સાગઠીયા વિરુદ્ધની તપાસમાં શું મોટા ખુલાસાઓ થાય છે તે જોવાનું રહેશે.

અગ્નિકાંડ કેસમાં મૃતક નિરવ વેકરીયાના પિતાએ ગેમ સંચાલક સામે વળતરનો દાવો કર્યો

અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીના પિતાએ દાવો દાખલ કર્યો. મૃતક નિરવ વેકરીયાના પિતા રસિકભાઈએ ગેમ સંચાલક રેસ વે એન્ટરપ્રાઈઝ સામે રૂપિયા 20 લાખના વળતરનો દાવો દાખલ કર્યો છે. ગ્રાહક અદાલતમાં દાવો દાખલ કરી કલેકટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા.