Rajkot: TRP ગેમ ઝોન કેસ મુદ્દે મોટા સમાચાર, પૂર્વ TPO મનસુખ સાગઠિયાના જામીન મંજૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટ TRP ગેમ ઝોન કેસ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ TPO મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા સવા વર્ષથી મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે. અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાએ લાંચ લીધી હોવાની કબૂલાત કરી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ ઈડી અને એસઆઈપીની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
પૂર્વ TPO મનસુખ સાગઠિયાના જામીન મંજૂર
TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો મોત થયા છે. આ તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ ઘટનાનો મુખ્ય આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠિયાના સુપ્રીમ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. 25મે 2024ના રોજ રાજકોટમાં TRP ગેમઝોનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.આ ઘટનામાં 27 લોકો મોત અને 3 લોકો ઘાયલ થયા હતા.
રાજકોટ TRP ગેમ ઝોન કેસ
શહેરના મ્યુનિસિપલ કૉર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાની રાજકોટના TRP ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ સામે પગલાં ન લેવાં અને ફરજમાં બેદરકારી દાખવવા મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયાએ સુપ્રીમ કોર્ટમાં જામન અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠિયાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા સવા વર્ષથી મનસુખ સાગઠિયા જેલમાં બંધ છે.
What's Your Reaction?






