Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2220થી વધી 2340 રૂપિયા થયો

Oct 5, 2025 - 09:00
Rajkot News : સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 40નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2220થી વધી 2340 રૂપિયા થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સિંગતેલના ભાવમાં પાંચ દિવસમાં રુ.40નો વધારો થયો છે, સિંગતેલનો ભાવ વધીને રુ. 2220-2340 થયો છે, કાચા માલની અછતથી ભાવ વધ્યાનું ઓઇલ મીલરોનું રટણ, સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક નોંધાઈ છે, ખેડૂતોની મગફળી સસ્તા ભાવે વેચાઇ રહી છે તો બીજી તરફ સીંગતેલના ડબ્બાના ભાવમાં વધારો થયો છે.

શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ

ગુજરાત સહિત સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૫ને ‘આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર વિવિધ સહકારી પ્રવૃત્તિઓને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. જેના ભાગરૂપે રાજ્યના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના સહયોગથી પ્રથમવાર દેવભૂમિ દ્વારકામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-APMC ખંભાળિયા ખાતે રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે સીંગતેલ પ્રોસેસિંગ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યના ખેડૂતો તેમની ખેતપેદાશોના યોગ્ય ભાવે ખરીદ-વેચાણ કરી શકે તેવા હેતુસર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓની રચના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકારના સહયોગથી ખંભાળિયા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નાગરિકોને શુદ્ધ સીંગતેલ મળી રહે તે માટે એક આગવી પહેલ કરવામાં આવી છે.

કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો

ચાલુ વર્ષે સમયસર અને મગફળીના પાકને સાનુકુળ હોય તે રીતે વરસાદ વરસતા મગફળીનું મબલખ ઉત્પાદન થવાની ધારણા કરવામા આવી રહી છે અને હવે વરસાદ રોકાઈ ગયો છે અને મગફળીનો પાક ધીમેધીમે યાર્ડમાં આવી રહ્યો છે.જોકે હાલ પિલાણ ચાલુ ન હોવાને સીંગતેલ અને કપાસિયા તેલના ભાવોમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.40નો વધારો થયો છે તો કપાસિયા તેલના ભાવમાં રૂ.10નો ઘટાડો જોવા મળી રહ્યો છે. બંને તેલોના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે

બજારના વેપારી સુત્રોના જણાવ્યા મુજબ હાલ મીલોમાં પિલાણ બંધ થઈ ગયું છે અને નવું તેલ હજું બજારમાં આવેલ નથી તેને કારણે માગ અને પુરવઠા વચ્ચે અંતર વધી ગયું છે તેને લીધે બંને ખાદ્યતેલોના ભાવોમાં થોડી ઘણી વધઘટ જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો થયો છે. આજે સિંગતેલના ભાવ રૂ.2220 થી 2340 રહ્યા હતા જયારે કપાસિયા તેલના ભાવ જે શુક્રવારના રોજ રૂ.2265 હતા તે ઘટીને રૂ.2255 થયા છે.દિવાળીના તહેવાર પહેલા સંભવિત ઓઈલમીલોમાં પિલાણ શરૂ થઈ જવાની શકયતા જણાઈ રહી છે જે પિલાણ શરૂ થયા બાદ બંને તેલોના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0