Rajkot News : રાજકોટમાં સ્વાદની ઉત્તરાયણ, ઊંધિયું-જલેબી લેવા માટે સવારથી જ ખાણીપીણી બજારમાં કતારો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજકોટમાં ઉત્તરાયણના પર્વ પર આકાશમાં પતંગબાજીની સાથે રસ્તાઓ પર સ્વાદની જ્યાફત જામી છે. રંગીલા રાજકોટમાં વર્ષો જૂની પરંપરા મુજબ, લોકો સવારથી જ ઊંધિયું, જલેબી અને ગરમાગરમ ખીચડો લેવા માટે મીઠાઈ અને ફરસાણના વેપારીઓને ત્યાં ઉમટી પડ્યા છે. શહેરમાં આ વર્ષે ૧૦૦થી વધુ નાના-મોટા ધંધાર્થીઓએ ઊંધિયાના ખાસ કાઉન્ટરો શરૂ કર્યા છે. પતંગની મોજ માણતા પહેલાં રાજકોટવાસીઓ મોઢું મીઠું કરવા અને શિયાળુ શાકભાજીથી ભરપૂર એવા ઊંધિયાનો સ્વાદ માણવા વહેલી સવારથી લાઈનોમાં ઊભા રહી પોતાની વારીની રાહ જોતા નજરે પડ્યા છે.
આકાશમાં પતંગ અને ટેરેસ પર ઊંધિયું
માત્ર ઊંધિયું જ નહીં, પરંતુ ઉત્તરાયણના મેનૂમાં શેરડી, બોર અને જલેબીનું પણ વિશેષ મહત્વ છે. પતંગ ઉડાડ્યા બાદ પરિવાર અને મિત્રો સાથે મળીને ટેરેસ પર જ ભોજન લેવાની પરંપરાને કારણે ખીચડો અને ઊંધિયું હોટ ફેવરિટ બન્યા છે. વેપારીઓના મતે, આ વર્ષે ઊંધિયાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેને પહોંચી વળવા માટે કારીગરો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. 'કાપો છે' ના નાદ વચ્ચે સ્વાદિષ્ટ ભોજનનો આ સંગમ રાજકોટની ઉત્તરાયણને સાચા અર્થમાં યાદગાર બનાવે છે.
આ પણ વાંચો : Rajkot News : પક્ષીઓના જીવ બચાવવા રાજકોટ સજ્જ, ત્રિકોણ બાગમાં 'કરુણા અભિયાન' સેવા...
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

