Rajkot News : રાજકોટમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ પરથી બોગસ આધારકાર્ડ બનાવાનું કૌંભાડ ઝડપાયું

Jul 25, 2025 - 11:30
Rajkot News : રાજકોટમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ પરથી બોગસ આધારકાર્ડ બનાવાનું કૌંભાડ ઝડપાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આધાર કાર્ડ કઢાવવા માટેના જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટમાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવી તે બોગસ ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી નવું આધાર કાર્ડ કાઢી આપનારા છ જેટલા આરોપીઓની ગુરુવારના રોજ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 26 વર્ષીય રવિ ધધાણીયા, 44 વર્ષીય હરેશ સાકરીયા, 36 વર્ષીય બીપીન ઉર્ફે વિશાલ ચોવટીયા, 32 વર્ષીય જુગેશ બેસરા, 29 વર્ષીય સાર્થક બોરડ તેમજ 28 વર્ષીય ધનપાલ બોરીચા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે આરોપીની કરી ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે, જે લોકો પાસે આધાર કાર્ડમાં નામ ચેન્જ તેમજ એડ્રેસ ચેન્જ સહિતની બાબતો કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ન હોઈ તેવા વ્યક્તિઓના પાન કાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, જન્મના પ્રમાણપત્ર તેમજ સરકારી ગેજેટ સાથે છેડા કરીને તેમને જરૂરી ચેન્જીસ આધારકાર્ડમાં કરાવી આપવામાં આવતા હતા. સમગ્ર મામલે ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, સમગ્ર મામલે આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે બીએનએસની કલમ 336(2), 337, 339, 340, 54, 61(2) સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રવિ અને હરેશ નામના આરોપીઓ ગ્રાહકો શોધી લાવવાનું કામકાજ કરતા હતા

ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપીઓની પૂછપરછમાં સાર્થક અને ધનપાલ દ્વારા જન સુવિધા કેન્દ્ર શરૂ કરવા બાબતે જરૂરી પરમિશન મેળવવામાં આવી હતી. છેલ્લા દોઢ વર્ષથી જન સુવિધા કેન્દ્ર રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલા બ્રહ્મ સમાજ ચોક ખાતે શિવમ ઇન્ફોટેક નામની ઓફિસમાં કાર્યરત હતું. બીપીન અને જુગેશ જે તે અરજદારો પાસેથી તેમના ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવીને સ્કેનરના માધ્યમથી સ્કેન કરી પેન્ટ, આધાર મેજિક સહિતના સોફ્ટવેરના માધ્યમથી જરૂરી માહિતી એડીટીંગ કરતા હતા. તેમજ ત્યારબાદ એડિટિંગ કરેલા ડોક્યુમેન્ટ્સનો સાચા તરીકે ઉપયોગ કરીને આધાર કાર્ડની સાઈટ ઉપર અપલોડ કરવામાં આવતા હતા. જ્યારે કે, રવિ અને હરેશ નામના આરોપીઓ ગ્રાહકો શોધી લાવવાનું કામકાજ કરતા હતા.

58 જેટલા બોગસ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડીને આધાર કેન્દ્ર ખાતેથી 58 જેટલા બોગસ દસ્તાવેજ પણ કબજે કરવામાં આવ્યા છે. આધાર કેન્દ્ર પર પોતાના આધારકાર્ડમાં ચેન્જીસ કરવા માટે રાજકોટ સિવાયના પણ અન્ય જિલ્લાઓમાંથી અરજદારો આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ દ્વારા આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા કોમ્પ્યુટર પ્રિન્ટર સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા બોગસ દસ્તાવેજો બનાવીને કોઈ વ્યક્તિને આધાર કાર્ડ અપાવતા હતા કે કેમ તે બાબતે હાલ આરોપીઓની પૂછપરછ શરૂ છે. તેમજ 6 સિવાય અન્ય કોઈ આરોપીઓ ઝડપાયા છે કે કેમ તે બાબતે પણ હાલ તપાસ ચાલુ છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0