Rajkot News : રાજકોટમાં ST બસના ડ્રાઈવરે વાળ ખેંચીને મહિલાને માર્યો માર, બસમાં બેસવા માટે થઈ હતી બબાલ

Aug 9, 2025 - 08:00
Rajkot News : રાજકોટમાં ST બસના ડ્રાઈવરે વાળ ખેંચીને મહિલાને માર્યો માર, બસમાં બેસવા માટે થઈ હતી બબાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટમાં મહિલાને ડ્રાઇવરે જાહેરમાં માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે, રાજકોટ બસપોર્ટનો વીડિયો થયો વાયરલ થતા એસટી બસના અધિકારીઓએ તપાસનો પણ આદેશ આપ્યો છે, બસમાં બેસવા બાબતે મહિલા સાથે મારામારી કરી છે અને વાંકાનેર ડેપોના ડ્રાઇવર નરેન્દ્રસિંહે માર માર્યો હોવાનું સામે આવ્યું છે, મહિલાને મારનાર બસ ડ્રાઇવરને સસ્પેન્ડ કરાયો છે.

ડ્રાઈવરે જાહેરમાં માર્યો મહિલાને માર

તહેવારની શરૂઆત સાથે રાજકોટ એસટી બસ પોર્ટ પર મુસાફરોની ભીડ ઉમટી પડી છે. ત્યારે આવી ભીડમાં રાજકોટ-મોરબી-રાજકોટ ઈન્ટરસિટી બસમાં સીટ પર બેસવા મામલે વાંકાનેર ડેપોના ડ્રાઈવરે એક મહિલા મુસાફર સાથે માથાકૂટ કરી ધોકા ફટકાર્યા હતા. સમગ્ર મામલે વીડિયો વાયરલ થતા નિયામક દ્વારા તાત્કાલિક પગલા લઈ ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો હતો. રાજકોટ એસટી બસ પોર્ટ પર શુક્રવારે સાંજે ૫:૩૦ વાગ્યાના અરસામાં તહેવાર ટાણે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી હતી.

ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ પણ કરાયો

બુકિંગ વગરના મુસાફરો એસટી બસમાં જગ્યા રોકવા માટે પડાપડી કરતા હોવાની સ્થિતી સામાન્ય બની હતી. પરંતુ આ સમયે પ્લેટફોર્મ નંબર-૫ પર રાજકોટ-મોરબી-રાજકોની ઇન્ટરસિટી બસ આવતા તેમના બેસવા માટે મુસાફરોએ દોટ લગાવી હતી. ત્યારે આ સમયે એક મહિલાએ જગ્યા રોકવા માટે બાળકોને બારીમાંથી બેસાડવા પ્રયાસ કર્યો હતો. પરંતુ આ સમયે વાંકાનેર ડેપોના બસના ડ્રાઈવર નરેન્દ્રસિંહ જાડેજાએ મહિલા મુસાફરને આ રીતે કરતા ટોક્યા હતા. પરંતુ જોતજોતામાં ડ્રાઈવર અને મહિલા મુસાફર વચ્ચે ગરમાગરમી વધી ગઈ અને ડ્રાઈવરે ક્યાંથી ધોકો લાવી મહિલા પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં મહિલાને ગાલ પર ફડાકા પણ ઝીંક્યા હતા. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0