Rajkot News: પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં ચાલતી જુગાર ક્લબ પર રેન્જ IGની ટીમ ત્રાટકી, 13 મહિલાઓની ધરપકડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.અહીં DYSP કચેરીમાં જ ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના પોતાના મકાનમાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર રેન્જ IGની ટીમે ઓચિંતો મોટો દરોડો પાડ્યો હતો.આ સફળ રેડ દરમિયાન તીનપત્તીનો જુગાર રમતી 13 મહિલાઓની રંગેહાથ ધરપકડ કરવામાં આવતા સ્થાનિક પોલીસ તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓને બોલાવી જુગાર રમાડતો હતો
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા પોતાના આર્થિક ફાયદા માટે બહારથી મહિલાઓને બોલાવીને જુગાર રમાડતો હતો અને નાલ ઉઘરાવતો હતો.રેન્જ IGની ટીમે દરોડા દરમિયાન જુગારના પટમાંથી અને આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 135900ની રોકડ રકમ કબ્જે કરી છે.દરોડાની કાર્યવાહી દરમિયાન મુખ્ય સૂત્રધાર પોલીસ કોન્સ્ટેબલ હાજર મળી આવ્યો ન હતો.પોલીસે હાલ મકાન માલિક કોન્સ્ટેબલ સહિત કુલ 14 આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ફરાર કોન્સ્ટેબલને પકડવા ચક્રો ગતિમાન કર્યા
આ હાઈપ્રોફાઈલ દરોડા બાદ સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવતા રેન્જ IG દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.ગોંડલ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના 6 પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવ્યા છે.હાલમાં ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં કાયદેસરનો ગુનો નોંધીને ફરાર કોન્સ્ટેબલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.જ્યારે પકડાયેલી તમામ મહિલા આરોપીઓને અદાલતી માર્ગદર્શિકા મુજબ નોટિસ આપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Porbandar : પંજાબ નેશનલ બેંકને મળ્યો ધમકીભર્યો પત્ર, રાજકીય નેતાઓ માટે બિભત્સ લખાણ લખાતાં પોલીસ દોડી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

