Rajkot News: પબુભા માણેકના નિવેદન પર મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન! '...સમાજનું નિવેદન ગણી ન શકાય'!

Nov 18, 2026 - 21:30
Rajkot News: પબુભા માણેકના નિવેદન પર મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન! '...સમાજનું નિવેદન ગણી ન શકાય'!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ ખાતે યોજાયેલા તળપદા કોળી સમાજના સ્નેહમિલન સમારોહમાં રાજકીય માહોલ ગરમાયો છે. રાજમોતી ઓઈલ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં યોજાનારી 2027ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે અને રાજકીય વર્તુળોની નજર આ સંમેલન પર ટેવાયેલી છે.

પબુભા માણેકના નિવેદન પર કુંવરજી બાવળિયાનું મૌન ભંગ

તાજેતરમાં ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કોળી સમાજમાંથી મુખ્યમંત્રી બનવા અંગે આપવામાં આવેલા નિવેદનને લઈને રાજકારણમાં ચર્ચાનો દોર શરૂ થયો હતો. આ વિવાદ વચ્ચે આખરે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પોતાનું મૌન તોડ્યું છે. કુંવરજી બાવળિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈ એક વ્યક્તિના નિવેદનને સમગ્ર સમાજનું નિવેદન ગણી ન શકાય. તેમણે ઉમેર્યું હતું કે, અમારો સમાજ ખૂબ જ મોટો છે અને તમામ સમાજને સાથે રાખીને પક્ષનું હાઈકમાન્ડ જ યોગ્ય નિર્ણય કરશે.

Rajkot News: Minister Kunvarji Bavaliya Breaks Silence on Pabubha Manek's Statement

સંમેલનને ગણાવ્યું બિન-રાજકીય

રાજકોટમાં યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમને લઈને અનેક પ્રકારની રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, કુંવરજી બાવળિયાએ આ સંમેલનને સંપૂર્ણપણે બિન-રાજકીય ગણાવ્યું છે. તેમ છતાં, ચૂંટણીના સમીકરણો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિને કારણે આ બેઠક રાજકીય ગલીઓમાં ચર્ચાનો વિષય બની રહી છે.


આ પણ વાંચો: Explainer: શું તમે આઈસક્રીમના ફ્રોઝન ડેઝર્ટ તો નથી ખાતાને! ખરીદતા પહેલા આ જાણી લો નહીંતર...!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0