Rajkot News: દારૂબંધીના કાયદાને લઈને બિલ્ડર ધ્રુવિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન, ધારાસભ્ય પાયલ કુકરાણીને કરી મોટી અપીલ!

Nov 20, 2026 - 21:00
Rajkot News: દારૂબંધીના કાયદાને લઈને બિલ્ડર ધ્રુવિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન, ધારાસભ્ય પાયલ કુકરાણીને કરી મોટી અપીલ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને સમયાંતરે ચર્ચાઓ થતી રહે છે, ત્યારે હાલમાં અમદાવાદમાં સામે આવેલા દારૂના એક વાયરલ વીડિયો બાદ રાજકોટના અગ્રણી બિલ્ડર ધ્રુવિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકાર સમક્ષ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની પ્રબળ માગ કરી છે. બિલ્ડરે સવાલ ઉઠાવ્યો છે કે, ગુજરાતીઓ અને બિન-ગુજરાતીઓ માટે અલગ નિયમો કેમ છે? ગુજરાતીઓને સજા કરવી અને બિન-ગુજરાતીઓને છૂટ આપવી તે કેટલે અંશે યોગ્ય છે?

ધારાસભ્ય પાયલ કુકરાણીને મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા અપીલ

બિલ્ડર ધ્રુવિક પટેલે ભાજપના યુવા ધારાસભ્ય પાયલ કુકરાણીને અપીલ કરી છે કે, તેઓ આ મામલે આગળ આવે અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ યોગ્ય રજૂઆત કરે. તેમનું માનવું છે કે, દારૂબંધીના કાયદામાં રહેલો કથિત 'દંભ' હવે દૂર કરવાનો સમય આવી ગયો છે.

અગાઉ રાજકોટની સરાજા હોટલમાં રેડ પડી, ત્યારે પણ આ જ બિલ્ડર દ્વારા દારૂબંધી હટાવવાની માગ ઉઠાવવામાં આવી હતી, જેણે રાજ્યના રાજકારણમાં અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી હતી.  તમને જણાવી દઈએ કે, દારૂબંધી મામલે કરવામાં આવેલા આ વિવાદાસ્પદ નિવેદન બાદ ઘણા લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, તો ઘણા લોકો તેમના વિરૂદ્ધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં દારુબંધી હટાવવા આંદોલન

આ પહેલા પણ અમદાવાદના અતુલભાઈ નામના વ્યક્તિએ ગુજરાતમાંથી દારૂબંધી દૂર કરવા માટે સોશિયલ મીડિયામાં એક ઝૂંબેશ શરૂ કરી છે. તાજેતરમાં જ તેમણે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માગ કરી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે, દારૂબંધી દૂર થશે તો ભ્રષ્ટાચાર દૂર થશે.

નકલી દારૂના દૂષણથી ગુજરાતને મુક્તિ મળશે. ગાંધીજીના નામે દંભ અને લોકોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ગાંધીજીની હત્યા થઈ ત્યારે ગુજરાત રાજ્યનું અસ્તિત્વ જ નહોતુ. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જે લોકો ગાંધી આશ્રમ આવે છે તે લોકો શું દારુ નથી પીતા? ગિફ્ટ સિટીમાં દારુ વેચાય છે અને પીવાય પણ છે. ત્યાં છૂટ અને આખા ગુજરાતમાં બંધી એ લોકો સાથે અન્યાય છે. 


આ પણ વાંચો: Rajkot News: દારૂબંધી દૂર થાય તો 30 હજાર કરોડનો ફાયદો, બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખે વીડિયોમાં શું કહ્યું?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0